સરકારે સેબીના ચીફ માધવી પૂરી બૂચને તપાસ બાદ નિર્દોષ જાહેર કર્યા છે. અહેવાલો અનુસાર તપાસ દરમિયાન બૂચની વિરુદ્ધ કશું પણ આપત્તિજનક જણાયું ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર માધવી પૂરી બૂચ તેનો બચેલો ચાર મહિનાનો કાર્યકાળ પૂર્ણ કરશે. તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં ખતમ થશે.
નોંધનીય છે કે હિન્ડનબર્ગના રિપોર્ટમાં સેબી ચીફની વિરુદ્ધ ફાઇનાન્સિયલ ગરબડો અને હિતોના ટકરાવને લઈને ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતાં, તે પછી તપાસ શરૂં કરવામાં આવી હતી. અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ બાદ કોંગ્રેસ પક્ષે પણ સેબી ચીફ પર ગંભીર આરોપો મૂક્યા હતાં. બૂચને હિતોના ટકરાવ અને આર્થિક ગરબડના આરોપોના સંદર્ભમાં તપાસનો સામનો કરવો પડયો હતો. આ વિવાદ ત્યારે ચાલુ થયો હતો કે જ્યારે હિંડનબર્ગ રિસર્ચે ઉપરોક્ત આરોપોના સંદર્ભમાં સેબી ચીફના મૌન સામે સવાલો ઉઠાવ્યા હતાં. હિંડનબર્ગનો આરોપ હતો કે બૂચને અદાણી જૂથ સાથે અઘોષિત આર્થિક સંબંધ હોઇ શકે છે, જેની તપાસ ચાલી રહી છે. જો કે આ વિવાદ તે સમયે જોરદાર વધી ગયો હતો કે જ્યારે આ મામલે કોંગ્રેસે માધવી સામેના આરોપો તેજ કરી દીધા હતાં.
માધવી બૂચે હિંડનબર્ગના આરોપોને ફગાવ્યા હતાં
આરોપોના જવાબમાં માધવી પૂરી બૂચ અને તેના પતિ ધવલ બૂચે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓને નિરાધાર ગણાવ્યા હતાં. બન્નેએ જણાવ્યું હતું કે તેમનો આર્થિક રેકોર્ડ પારદર્શી છે અને આવા આરોપોનો ઉદ્દેશ ચરિત્ર હનન કરવાનો છે. હિંડનબર્ગના દાવાને ફગાવી દેતાં બૂચ દંપતીએ જણાવ્યું હતું કે ફંડમાં તેમનું રોકાણ બે વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું કે જ્યારે માધવી સેબીના ચેરમેન પણ ન હતાં.
Source link