NATIONAL

Delhi:સુપ્રીમ કોર્ટ લોકોની અદાલતની ભૂમિકા બચાવી રાખે,પરંતુ વિરોધપક્ષનું કામ ના કરે:સીજેઆઇ

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે એક કાર્યક્રમને સંબોધતાં જણાવ્યું હતું કે,સુપ્રીમ કોર્ટે લોકોની અદાલતની પોતાની ભૂમિકાને ભાવિ માટે પણ બચાવીને રાખવી જોઈએ. પરંતુ તેનો અર્થ એ નહીં કે તેણે વિરોધપક્ષની ભૂમિકા નિભાવવી પડશે.

તેમણે એમ પણ કહ્યું કે કાનૂની સિદ્ધાંતની અસંગતતા કે તૃટિ બદલ ન્યાયાલયની આલોચના કરવાનો અધિકાર છે, પરંતુ સુપ્રીમ કોર્ટની ભૂમિકા કે તેના કામને કેસોમાં આવતા પરિણામોના દૃષ્ટિકોણથી ના મૂલવવા જોઈએ. સીજેઆઇએ કહ્યું કે,’ મને લાગે છે કે ખાસ કરીને આજના સમયમાં કે જ્યારે પરિણામ કે ચુકાદાના આધારે કોર્ટની પરખ થઈ રહી છે, તેવામાં સુપ્રીમ વિષેનો દરેકનો મત વિભાજિત છે. તમે લોકોના પક્ષમાં નિર્ણય લો સુપ્રીમ કોર્ટને અદ્ભુત સંસ્થા કહેવામાં આવે છે,પરંતુ તેમના વિરુદ્ધ નિર્ણય લેવામાં આવે તો સંસ્થાને અપમાનિત કરવામાં આવે છે.સીજેઆઈએ કહ્યું હતું કે મેં જ્યારથી હોદ્દો સંભાળ્યો ત્યારથી સુપ્રીમ કોર્ટને જનતાની અદાલત બનાવવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button