વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુયાનાની સંસદના વિશેષ સત્રને સંબોધતા જણાવ્યું હતું કે ભારત-ગુયાના વચ્ચેના સંબંધો ખૂબ ગાઢ છે. આ સંબંધો માટીના, પરસેવાના અને પરિશ્રામના સંબંધો છે. લગભગ 180 વર્ષ પૂર્વે એક ભારતીય ગુયાનાની ધરતી પર આવ્યો હતો અને તે બાદથી સુખ-દુઃખમાં ભારત અને ગુયાનાના સંબંધો આત્મીયતાથી ભરેલા રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે વિશ્વ માટે આજે આગળ વધવા માટે સૌથી મજબૂત મંત્ર છે- ડેમોક્રસી ફર્સ્ટ, હ્યુમેનિટી ફર્સ્ટ. ડેમોક્રસી ફર્સ્ટની ભાવના આપણને સૌને સાથે લઇને ચાલતા શીખવે છે જ્યારે હ્યુમેનિટી ફર્સ્ટની ભાવના આપણા નિર્ણયોની દિશા નક્કી કરે છે. 24 વર્ષ અગાઉ મને એક જિજ્ઞાસુ તરીકે આ સુંદર દેશમાં આવવાનો અવસર મળ્યો હતો. આજે પણ ગુયાનામાં એવા ઘણા લોકો હશે કે જેમને મારી સાથેની મુલાકાત યાદ હશે.
Source link