દેશમાં મોસમમાં ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. વરસાદની સંભાવનાઓ ઘટી રહી છે. પહાડો પર બરફવર્ષા થઈ રહી છે. ક્યાંક મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. ઉત્તરનાં કેટલાક રાજ્યોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની સંભાવના છે.
જેની અસર બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી – એનસીઆરનાં તાપમાન પર થઈ શકે છે. આ રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં 48 કલાક હળવો વરસાદ થઈ શકે છે. ક્યાંક છૂટક છૂટક વરસાદ પડી શકે છે. ઉંચાઈવાળા વિસ્તારોમાં ફરી બરફવર્ષા થઈ શકે છે. દિલ્હી – એનસીઆરમાં તાપમાન ઘટતા લોકોને ગરમીમાં રાહત મળી શકે છે.
મેઘાલયમાં ભારે વરસાદને પગલે 24 કલાકમાં 10નાં મોત
મેઘાલયમાં ભારે વરસાદને પગલે છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જેમાં 7 એક જ પરિવારનાં હતા. નેપાળમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં યુપીનાં મહારાજગંજનાં 20થી વધુ ગામડામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગોરખપુરમાં 29 ગામ ડૂબેલા છે. પંજાબનાં લુઘિયાણામાં આંધી અને પવનને કારણે દુર્ગા પંડાલ પડી ગયો હતો જેમાં 2 મહિલાનાં મોત થયા હતા. 15ને ઈજા થઈ હતી. કેટલાક વૃક્ષો અને વીજળીનાં થાંભલા પડી ગયા હતા.
Source link