માત્ર 1400 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવનારો ઇસ્લામ હાલ દુનિયાનો સૌથી ઝડપથી ફેલાનારો ધર્મ છે. હાલ ઇસ્લામ ખ્રિસ્તી ધર્મ બાદ દુનિયાનો બીજો સૌથી મોટો ધર્મ છે. અમેરિકા સ્થિત પ્યૂ રિસર્ચ સેન્ટરના અનુસાર મુસ્લિમોની વસ્તી વધવાનો જો આ જ ટ્રેન્ડ રહ્યો તો, એ સમય દૂર નથી જ્યારે દુનિયામાં તેમની સંખ્યા સૌથી વધારે થઈ જશે. અનુસમાન અનુસાર જેટલી ઝડપથી મુસ્લિમ વસ્તી વધી રહી છે, તેને જોતા 2070 સુધીમાં દુનિયામાં ઇસ્લામ ધર્મને માનનારા લોકોની સંખ્યા સૌથી વધારે હશે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટ અનુસાર 2060 સુધી સમગ્ર દુનિયામાં મુસ્લિમ ધર્મંમાં માનનારા લોકોની કુલ વસ્તી વર્ષ 2015ની તુલનામાં 70 ટકા વધી જશે.
હાલ દુનિયાના પ્રમુખ ધર્મોમાં ખ્રિસ્તી ધર્મ સૌથી મોટો છે, જેના બે અબજ કરતા પણ વધારે અનુયાયીઓ છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2020 સુધી એક અંદાજ અનુસાર વિશ્વમાં ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકોની સંખ્યા 2.38 અબજ એટલે કે 238 કરોડ જેટલા લોકો હતા. જ્યારે ઇશ્લામ ધર્મના અનુયાયીઓની સંખ્યા 191 કરોડ હતી. જ્યારે 116 કરોડ લોકો હિન્દુ ધર્મમાં માનતા હતા. જો સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોની વાત કરવામાં આવે તો ઇન્ડોનેશિયા પહેલા નંબર પર છે. તેના પછી પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશનો નંબર આવે છે.
2010થી 2050 સુધી ઇસ્લામ સાથે કેટલા લોકો જોડાશે?
ઇસ્લામ ધર્મ છોડીને કોઈ અન્ય ધર્મમાં પરિવર્તિત થવાના આંકડા મળવા મુશ્કેલ છે. પરંતુ જે જાણકારી ઉપલબ્ધ છે, તેના અનુસાર ધર્મ પરિવર્તનની વૈશ્વિક મુસ્લિમ વસ્તી પર કોઈ ફરક નથી પડતી. કારણ કે જેટલા લોકો ઇસ્લામમાં કન્વર્ટ થાય છે, એટલા જ લોકો ઇસ્લામને છોડી પણ દે છે. એટલે આ આંકડો લગભગ બરાબરી પર રહે છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટ અનુસાર એક સ્ટડીમા જણાવાયું છે કે 2010 અને 2050 વચ્ચે ધર્મ પરિવર્તન મારફત ઇસ્લામને માનનારા લોકની સંખ્યામાં લગભગ 32 લાખ લોકો વધુ જોડાય તેવી સંભાવના છે જોકે, આ વધારો ખૂબ વધારે નથી. તેમ છતાં અન્ય ધર્મોની તુલનામાં ઇસ્લામ દુનિયાનો બીજો સૌથી મોટો ધર્મ બની રહેશે.
અમેરિકન મુસ્લિમોમાં 25 ટકા કન્વર્ટેડ
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલો અનુસાર અમેરિકન મુસ્લિમોમાં 25 ટકા લોકો અન્ય ધર્મ છોડીને ઇસ્લામમાં કન્વર્ટ થયા છે. બ્રિટનમાં દર વર્ષે લગભગ છ હજાર લોકો ઇસ્લામ ધર્મનો અંગિકાર કરે છે. એક રિપોર્ટ અનુસાર બ્રિટનમાં મુસ્લિમ ધર્મ અપનાવનાર લોકોમાં મોટાભાગની મહિલાઓ હતી. ધ હફિંગ્ટન પોસ્ટનના અનુસાર એક અંદાજ છે કે દર વર્ષે લગભગ 20,000 અમેરિકન લોકો અન્ય ધર્મમાંથી ઇસ્લામમાં કન્વર્ટ થાય છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના અનુસાર અન્ય ધર્મો કરતા વિપરિત અમેરિકામાં ઇસ્લામ અપનાવનારા લોકોની સંખ્યા આ ધર્મ છોડનારા અમેરિકન મુસ્લિમોની સંખ્યા લગભગ સમાન છે.
ઇસ્લામ અપનાવનારા 77 ટકા ખ્રિસ્તીઓ છે
ઇસ્લામ અપનાવનારા લોકો પૈકી 77 ટકા લોકો ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ હતા, જ્યારે બાકીના 23 ટકા અન્ય ધર્મના હતા. ગિનિસ બુકના અનુસાર દુનિયાભરમાં 1990 અને 2000ની વચ્ચે ખ્રિસ્તી ધર્મ અપનાવનારા લોકોની તુલનામાં લગભગ 12.5 મિલિયન (125 કરોડ) કરતા વધારે લોકોએ ઇસ્લામને અપનાવ્યો હતો. 1990 અને 2000ની વચ્ચે ખ્રિસ્તી ધર્મ અપનાવનારા લોકોની સરખામણીમાં લગભગ 12.5 મિલિયન વધુ લોકો દુનિયાભરમાં ઇસ્લામમાં કન્વર્ટ થયા હતા. તેમ છતાં વૈશ્વિક સ્તરે ઇસ્લામ બીજા નંબર પર સૌથી વધારે સંખ્યામાં ધર્માંતરણ કરનાર ધર્મ બનેલો છે.
ઇસ્લામ ધર્મ છોડવા પર મૃત્યુદંડ
દુનિયામાં દર વર્ષે સૌથી વધારે લોકો કયા ધર્મમાં કન્વર્ટ થાય છે? તો આ સવાલનો સાચો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. કારણ કે કોઈ અન્ય ધર્મમાં કન્વર્ટ થનારા લોકોની સંખ્યાની ગણતરી કરવી મુશ્કેલ કામ છે. કારણ કે કેટલાક દેશોમાં જ્યારે રાષ્ટ્રીય સ્તરે વસ્તી ગણતરી થાય છે ત્યારે તેમાં ધર્મ વિશે સવાલ નથી કરવામાં આવતો. જો ધર્મ વિશે પૂછવામાં આવે તો પછી આ સવાલ નથી પુછાતો કે તેઓ પહેલાથી આ ધર્મના અનુયાયી છે કે પછી કન્વર્ટ થઈને આ ધર્મમાં આવ્યા છે. કેટલાક દેશોમાં કાનૂની અને સામાજિક પરિણામ ધર્મ પરિવર્તનને મુશ્કેલ બનાવી દે છે. જેમ કે કેટલાક મુસ્લિમ દેશોમાં ઇસ્લામ છોડવા પર મૃત્યુદંડની સજા આપવામાં આવે છે.
ઇસ્લામમાં વધારાથી શું બદલાઈ જશે?
પહેલી અસર તો ભારત પર જ પડશે. ભારત વર્ષ 2050 સુધીમાં ઇન્ડોનેશિયાને પાછળ રાખીને સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે. જોકે, ભારતમાં ત્યારે પણ હિન્દુ વસ્તી મુસ્લિમો કરતા વધારે જ રહેશે. પરંતુ તેની યુરોપ પર તગડી અસર પડશે. કારણ કે બ્રિટન અને ફ્રાન્સમાં ખ્રિસ્તીઓની વસ્તી કુલ વસ્તીના 50 ટકા કરતા પણ ઓછા થઈ જશે. એક અનુમાન અનુસાર 2050માં યુરોપમાં મુસ્લિમોની વસતી લગભગ 10 ટકા રહેશે. અમેરિકામાં 2050માં દર 50 લોકોએ એક વ્યક્તિ મુસ્લિમ હશે. જ્યારે સબ-સહારન (સહારાના રણનો દક્ષિણ ભાગ) આફ્રિકામાં જો દસ ખ્રિસ્તી હશે તો તેની સામે ચાર લોકો મુસ્લિમ હશે.
Source link