સુરેન્દ્રનગર જિલ્લામાં આધારકાર્ડની કામગીરીમાં અપુરતા કેન્દ્રોથી પ્રજાને હાલાકી વેઠવી પડી રહી છે. તયારે મૂળી તાલુકામાં સૌથી મોટુ ગામ સરા છે.
8હજારની વસ્તી ધરાવતા ગામની જિલ્લા પંચાયત સીટમાં આસપાસના 19 ગામડાઓનો સમાવેશ થાય છે. હાલ લોકોને વીવીધ સરકારી યોજનાઓ માટે આધારકાર્ડ નવા કઢાવવા, અપડેટ કરાવવા, સુધારા-કરાવવાની જરૂર પડી રહી છે. પરંતુ સરામાં આધારકાર્ડનું કેન્દ્ર જ નથી. આથી સરાના લોકોને હળવદ કે મુળી લાંબુ થવુ પડે છે. ઠંડીની સીઝનમાં વહેલી સવારથી લોકો આધારકાર્ડ કેન્દ્રની બહાર થેલી સહિતનો પોતાનો સામાન મુકીને લાઈન લગાવે છે. આથી સરાના રાજુભાઈ સોલંકીએ મુળી મામલતદારને રજૂઆત કરી સરામાં આધારકાર્ડનું સેન્ટર ફાળવવા માંગણી કરી છે.
Source link