GUJARAT

Ahmedabad: ટ્રાફિકની સમસ્યા હળવી કરવા રિવરફ્રન્ટ શાસ્ત્રી બ્રિજ સુધી લંબાવવા માટે માગણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના બંન્ને કિનારે કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે.

શહેરીજનો માટે હરવા ફરવાના એક સ્થળ બની ગયેલા અને ગુજરાતીઓ અને પરપ્રાંતીયો માટે આકર્ષણના સ્થળ સમાન AMCના મહત્વાકાંક્ષી એવા રિવરફ્રન્ટને ડેવલપ કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ નામની અલગ કંપની પણ ઊભી કરવામાં આવી છે. શહેરના મક્તમપુરા વોર્ડના કોર્પોરેટરે, સાબરમતી નદીના પિૃમ કિનારે રિવરફ્રન્ટને લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ સુધી લંબાવવા માટે માગણી કરી છે. જો રિવરફ્રન્ટને શાસ્ત્રી બ્રિજ સુધી લંબાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકશે. શહેર બહારથી આવતા ટ્રાફિકને કારણે સર્જાતી મુશ્કેલી દૂર થશે તેમજ એરપોર્ટ જવા માટેનો ટ્રાફિક રિવરફ્રન્ટના રોડ પર ડાઈવર્ટ થવાને લીધે વાહનચાલકોને વધુ સરળતા અને સુગમતા રહેશે. આ જ પ્રમાણે સાબરમતી નદીના પૂર્વ કિનારે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી કબીર ફાર્મ નારોલ હાઈવે સુધી લંબાવવા માટે માગણી કરવામાં આવી છે. શહેરનો વેજલપુર, જીવરાજપાર્કનો વિસ્તાર ઊંચાણવાળો હોવાથી વેજલપુર અને મક્તમપુરા વોર્ડમાંથી સાબરમતી નદીમાં જતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાંથી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી વેજલપુર અને જીવરાજપાર્ક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે અને કેટલીકવાર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાય છે. તાજેતરમાં વરસેલા વરસાદને કારણે મક્તમપુરામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. આ વિસ્તારમાં આવેલ કેચપીટો, મેનહોલની તત્કાળ સફાઈ કરવા માગણી કરવામાં આવી છે. મક્તમપુરામાં એક જ શાળા આવેલી હોવાથી મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ દ્વારા ગ્યાસપુર- ભાઠામાં વધુ એક શાળા શરૂ કરવા અપીલ કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button