ENTERTAINMENT

Bollywood: પુષ્પા-2:મહાકાળીના અવતારમાં જોવા મળતા અલ્લુ અર્જુનના સીનને હટાવવાની માંગ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફ્લ્મિ ‘પુષ્પા 2’ની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. એવામાં ફ્લ્મિને લઈ રિલીઝ પહેલાં જ વિવાદ સર્જાયો છે.

હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનું કહેવામાં છે. પોલીસે આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધ્યો નથી. આ કેસના તપાસ અધિકારી ગૌતમકુમારનું કહેવું છે કે હમણાં જ ફરિયાદ મળી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ જ આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ફરિયાદ હિસારના જુગલાનના રહેવાસી કુલદીપકુમારે નોંધાવી છે. કુલદીપે કહ્યું છે કે પૈસાની ખાતર જાણીજોઈને કોઈ ચોક્કસ ધર્મનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો ફ્લ્મિ આ જ રીતે ચાલવામાં આવશે તો તે તેને હિસાર (હરિયાણા)માં રિલીઝ થવા દેશે નહીં.

ફરિયાદીએ કહ્યું ફ્લ્મિ ‘પુષ્પા 2 ધ રૂલ’નું ટ્રેલર 17 નવેમ્બર રવિવારના રોજ પટનાના ગાંધી મેદાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફ્લ્મિ 5 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે, એક્ટર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્નાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મેં જોયું કે ટ્રેલરમાં મહાકાળી જેવી તસવીર બતાવવામાં આવી છે. જો આ સીનને ફ્લ્મિમાંથી હટાવવામાં નહીં આવે તો ‘પુષ્પા 2 ધ રૂલ’ને હરિયાણાના હિસારમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. ફરિયાદમાં એક્ટર અલ્લુ અર્જુનનું ઈમેલ આઈડી અને કાયમી સરનામું આપવામાં આવ્યું છે. કુલદીપે પોલીસ પ્રશાસન પાસે માગ કરી છે કે દિગ્દર્શક અને કલાકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button