અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ એચિવર્સમાં બેઝમેન્ટમાં વર્ગો ચલાવાતા હોવાની ફરિયાદ ઉઠતાં શહેર ડીઈઓ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આ સિવાય ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટવાળા તેમજ ઈલેક્ટીક વાયર ખુલ્લા હોવાનું જણાઈ આવ્યું છે. આમ વિદ્યાર્થીઓ પર જોખમ હોવાનું જણાતા સ્કૂલને બે દિવસમાં રૂબરૂ હાજર રહી ખુલાસો કરવાની સુચના આપવામાં આવી છે.
સ્કૂલ ઓફ્ એચિવર્સમાં DEOની ટીમ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવતા અનેક અનિયમિતતા જણાઈ આવી હતી. શાળા કેમ્પસ ખાતે બેઝમેંટમાં વર્ગો ચલાવવામાં આવતા હોવાનું જણાયું હતું. આ ઉપરાંત શાળામાં આવન-જાવન માટે એક જ દરવાજો યોગ્ય હાલતમાં છે. બાકીનો રસ્તો બંધ હાલતમાં માલૂમ પડયો હતો. શાળામાં ઈલેકટ્રીકના વાયરો ખૂલ્લી હાલતમાં જોવા મળ્યા હતા. ફાયર સેફ્ટીને લઈને કચેરી દ્વારા સ્કૂલોને અવારનવાર પરિપત્રો કરવામાં આવેલા છે. જેમાં સ્કૂલના વાયરો ખુલ્લી સ્થિતીમાં ન રાખવા તાકીદ કરાઈ હતી. આમ, છતાં સ્કૂલમાં આકસ્મિક તપાસ વખતે વાયરો ખુલ્લી હાલતમાં જણાયા હતા.
Source link