NATIONAL

ઔરંગઝેબના વંશજો આજે ચલાવી રહ્યા છે રિક્ષા, બોલ્યા CM Yogi

જ્યારે હું લોકોને પૂછું છું કે જેમણે મંદિરો તોડ્યા તેમના પરિવારોની આજે શું હાલત છે, તો લોકો કહે છે કે ઔરંગઝેબના પરિવારના લોકો આજે કોલકાતા પાસે રિક્ષા ચલાવે છે. જો તેમણે મંદિરો તોડ્યા ન હોત કે મંદિરોને નુકસાન ન કર્યું હોત તો તેમના પેઢીએ આજે આ દુઃખ ન જોવું પડત. સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યામાં એક કાર્યક્રમમાં સંબોધન આપતા કહ્યું હતું.

સનાતન ધર્મે આપ્યો દરેકને આશ્રય બદલામાં શું મળ્યું?

અત્રે નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ જે હુમલાઓ થઈ રહ્યા છે તેને ટાંકીને સનાતન ધર્મના મહત્વ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જો સનાતન ધર્મ સુરક્ષિત છે તો દરેક વ્યક્તિ સુરક્ષિત છે. સનાતન ધર્મ એકમાત્ર એવો ધર્મ છે જેણે દરેક સંપ્રદાય અને ધર્મને આફતના સમયે આશ્રય આપ્યો હતો. પણ શું આવું ક્યારેય હિંદુઓ(સનાતાનીઓ) સાથે થયું છે? બાંગ્લાદેશમાં શું થયું, તે પહેલાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શું થયું?

અયોધ્યામાં એક કાર્યક્રમ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે જાહેર સભાને સંબોધતા પૂછયું કે એવા લોકો કોણ હતા જેમણે દેશમાં સનાતન ધર્મના ગૌરવ સ્થાનોને નુકશાન કર્યુ અને તેઓએ આવું કેમ કર્યું? આખરે આ બધા પાછળ તેમનો શું ઈરાદો હતો? આવા ક્રૂર કૃત્ય દ્વારા આખી પૃથ્વીને નરક બનાવવાના કાવતરાનો આ એક ભાગ હતો.

મંદિરો તોડવાથી પેઢીઓ જ નષ્ટ થશે

જો વિશ્વએ માનવ સંસ્કૃતિને બચાવવી હોય તો સનાતનનું સન્માન કરવું પડશે. વસુધૈવ કુટુંબકમ વિશે હજારો વર્ષ પહેલાં આપણા ઋષિ-મુનિઓએ જે કહ્યું હતું તે આજે પણ પ્રાસંગિક છે. ત્યારે મંદિરોના ધ્વંસનો ઉલ્લેખ કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ક્યારેક કાશી વિશ્વનાથ ધામમાં, ક્યારેક અયોધ્યામાં રામ જન્મભૂમિ, મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ, ક્યારેક સંભલમાં કલ્કી અવતારની હરિહર ભૂમિમાં, તો ક્યારેક ભોજપુરમાં હિન્દુ મંદિરોને દરેક સમયે ટાર્ગેટ કરી તોડવામાં આવ્યા હતા. પરંતુ ઔરંગઝેબના પરિવારના સભ્યોને ખબર પડી ચૂકી છે કે તેના પરિવારના સભ્યો કોલકાતા નજીક રિક્ષા ચલાવી જીવન ગુજારી રહ્યા છે. જો તે લોકોએ મંદિરો-ભગવાનને નુકસાન ન પહોંચાડ્યું હોત તો તેમની આ પેઢીએ આ દિવસ જોવો પડ્યો ન હોત.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button