ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. અભિનેત્રીને ત્રીજા સ્ટેજનું કેન્સર થયું છે, હાલ તેની સારવાર ચાલી રહી છે. હિનાની આ હાલત જોઈને ફેન્સની સાથે ટીવીના ઘણા સેલેબ્સનું દિલ તૂટી ગયા છે. પરંતુ તેઓ હંમેશા એક્ટ્રેસને પ્રોત્સાહિત કરે છે. હાલમાં જ હિનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે હેવી વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. એટલું જ નહીં કેન્સર સામે લડી રહેલી હિનાનો આ વીડિયો ઈન્ટરનેટ પર જંગલની આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
હિના ખાનનો વર્કઆઉટ વીડિયો
બ્રેસ્ટ કેન્સરથી પીડિત હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે તેના વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બીમાર હોવા છતાં ડમ્બેલ્સ ઉપાડી રહી છે, કસરત કરી રહી છે અને જીમમાં ભારે વસ્તુઓ ઉપાડી રહી છે. હિના દરેક કસરત ખૂબ જ જોશ અને સ્વસ્થ થવાની ઈચ્છા સાથે કરી રહી છે. આ જોઈને બધા હિનાના વખાણ કરતા થાકતા નથી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલમાં હિનાની કો-સ્ટાર લતા સબ્રવાલે પોસ્ટ પર લખ્યું કે ‘પ્રાઉડ ઑફ યુ’.
5 કીમોથેરાપી થઈ છે અને હજુ ત્રણ બાકી
હિના ખાન અવારનવાર પોતાની બીમારી સાથે જોડાયેલ તમામ અપડેટ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જણાવ્યું હતું કે, તેની 5 કીમોથેરાપી થઈ છે અને હજુ ત્રણ બાકી છે. છેલ્લા કેટલાક દિવસો તેના માટે ભારે રહ્યા છે. જોકે, તે બીમારી સામે લડી રહી છે. હિના ખાન અને રોકી જયસ્વાલનું 13 વર્ષ પછી બ્રેકઅપ થયાના સમાચારો ચર્ચામાં છે. જો કે, આ સમાચાર ખોટા છે કે નહીં તે અંગે હિનાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.