- ભાડથર ગામમાં રાજેશ મંગેરા નામના યુવકની હત્યા થઈ હતી
- ન્યાયની માંગણી સાથે પરિવારજનોએ કલેક્ટરને આવેદન આપ્યું
- અવાવરૂ કુવામાંથી હાથ પગ દોરીથી બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
ભાડથર ગામે 10 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે અવાવરૂ કુવામાંથી હાથ પગ દોરીથી બાંધેલી હાલતમાં રાજેશ નથુ મંગેરાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, આ હત્યા પાછળ અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે, તો હત્યાની તપાસ થવી જોઈએ.
એસ.પી. કચેરી ખાતે આવેદન પાઠવ્યું
જામ ખંભાળીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી હતી. પરંતુ પરિવારજનોને શંકા છે કે અન્ય ઈસમોએ ભેગા મળીને યુવકની હત્યા કરી છે. જેથી આ હત્યાની તપાસ થાય તે માટે જિલ્લા સેવા સદન કચેરી ખાતે અનુસુચિત સમાજે કલેકટર તથા SP કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.
ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી
પરિવારને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અનુસૂચિત સમાજના લોકો ઉગ્ર આંદોલન સાથે ધરણા પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે આજ રોજ જિલ્લા કલેક્ટર અને એસ.પી. કચેરીએ મુલાકાત કરી છે. અને આવેદન આપતા રજુઆત કરી હતી કે, જો અન્ય આરોપીઓ નહીં પકડાય તો સમાજના આગેવાનો ભેગા મળીને ઉગ્ર આદોલન કરશે.
Source link