GUJARAT

Padra: નગર પાલિકાની સામાન્ય સભામાં લાખોના વિકાસ કામો મંજૂર

પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં SJMMSVY જન ભાગીદારી અંતર્ગત જિલ્લા આયોજન એકમ વડોદરા દ્વારા 20 %નો લોકફળો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તરફ્થી ફળવેલ છે. જેને લઈને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ જુદી જુદી સોસાયટીમાં લાખોના વિકાસના કામો મંજુર કરાયા હતા.

આજે પાદરા ન.પા.ના પ્રમુખ મનીષાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ ગૌરવ સોની અને કારોબારી ચેરમેન સચિન ગાંધીના અધ્યક્ષ સ્થાને મળેલી સભામાં ગત સભાનું તેમજ કારોબારી સમિતિનું પ્રોસીડીંગ વંચાણે લઇ બહાલી અપાઇ હતી. જેમાં પેવર બ્લોક રોડ રસ્તા સહિતના કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા. મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત પ્રમુખના હુકમ મુજબ નગર પાલિકા હદ વિસ્તારમાં RCC રોડનું રિસર્ફેસિંગ તથા રીપેરીંગ દરખાસ્ત મંજૂર કરાઇ હતી. જેને લઇને સમગ્ર પાદરા વિસ્તારમાં 15 ટકા વિવેકાનંદ ગ્રાન્ટ અંતર્ગત સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરી પાડવા વિકાસના કામે ઓનલાઈન ટેન્ડર ખોલી કાર્યવાહી કરી હતી. SBM 1.0 અંતર્ગત લીચેટ ડ્રેઈન બનાવવા વિવિધ કામોમાં આવેલ ઓનલાઇન ટેન્ડર ખેડૂતોને એસટીપીના કામો પાણી સીધુ ખેડૂતોને મળે અને પાકમાં વૃદ્ધિ થાય તે હેતુસર લાઇન બનાવવા નિર્ણય કરાયો હતો. 15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી 9 હજાર લિટર સંરક્ષણ કરેલ તેવું જેટીંગ મશીન ખરીદ કરેલ ટેન્ડરને બહાલી આપી હતી.

ધાર્મિક પરિસરમાં રહેણાંક મકાનને મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે

ધાર્મિક સંસ્થાની સેવા પૂજા કરનારા વ્યક્તિના ધાર્મિક પરિસરમાં રહેણાંક મકાનને મિલકત વેરા મુક્તિ આપવા, માજી સૈનિકો તેમની ધર્મપત્નીઓ અને શહીદ જવાનોની વિધવાઓને ઘરવેરો અને મિલકત વેરાઓમાંથી મુક્તિ આપવા, આંગણવાડી કેન્દ્રને વેરામાંથી મુક્તિ આપવા મંજૂર કરાયા હતા. ચર્તુવર્ષીય સને 2025/26માં આકારણી માટે નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ મિલકતોની ડોર ટુ ડોર ચકાસણી માપણી કરવા તથા તેના માટે જરૂરી સાધન સામગ્રી ખરીદ કરવા મંડળમાં મંજૂર કરાયું હતું.

ઘરવેરા શાખામાં ઇન્ટરનેટ નેટવર્ક-CCTV નખાવેલ બિલની રકમ મંજૂર કરાશે

ઘર વેરા શાખામાં ઇન્ટરનેટ નેટવર્ક તથા સીસીટીવી કેમેરા નખાવેલ તેના ચુકવેલ બિલની રકમ મંજૂર કરાઇ હતી. વિસ્તારમાં બાકી મુખ્ય માર્ગોની સફઈ કરવાની દરખાસ્ત પોલીસ સ્ટેશન બહાર વરસાદમાં મહાકાય વડનું ઝાડ ધારાશાયી થયું હતું. મુખ્ય માર્ગ ખુલ્લો કરવા બાબત તેમજ પાલિકામાં ચાલતા હાઇકોર્ટના કેસમાં વકીલના બિલ જોગવાઇ મુજબ મંજૂર કરવા સહિતના વિકાસ કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. પાદરા નગરમાં પે એન્ડ યુઝ ટોઇલેટ રીનોવેટ કરવા, જાસપુર રોડ પર મુક્તિધામ ડેવલપમેન્ટ કરવા, ડિસ્કવરી સ્કૂલ પાસે પેવર બ્લોક નાખવા અને પાલિકા રીનોવેશન કરવા, મેલેથિયમ પાવડર ખરીદ કરવા સહિતના કામોને બહાલી અપાઇ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button