આજે એટલે કે 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાતને લઈને વિધાન ભવન ખાતે રાજ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે તેઓ મહારાષ્ટ્રના નવા સીએમ બનશે. દેવેન્દ્ર ફડણવીસ એક સમર્પિત અને પ્રતિબદ્ધ જાહેર સેવક તરીકે ઓળખાય છે. તેમને ઘણીવાર “રામ સેવક” અને “કાર સેવક” જેવા ઉપાધિઓથી સંબોધવામાં આવે છે, જે તેમની સેવા અને સમર્પણની ભાવના દર્શાવે છે.
ફડણવીસને મહારાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા પર ગર્વ છે
ફડણવીસને મહારાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા પર ગર્વ છે, અને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા માટે તેઓ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમનો ઉદ્દેશ્ય હંમેશા લોકોના કલ્યાણ અને પ્રગતિને પ્રાથમિકતા આપવાનો રહ્યો છે.
નાગપુર યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી
22 જુલાઈ, 1970ના રોજ જન્મેલા દેવેન્દ્ર ફડણવીસે પ્રાથમિક શિક્ષણ નાગપુરમાં મેળવ્યું હતું. બાદમાં તેમણે વર્ષ 1992માં નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી (એલએલબી) મેળવી. આ સિવાય તેણે બિઝનેસ મેનેજમેન્ટમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. બાદમાં દેવેન્દ્ર ફડણવીસે DSE બર્લિનમાંથી પ્રોજેક્ટ મેનેજમેન્ટની પદ્ધતિ અને તકનીકોમાં ડિપ્લોમા મેળવ્યો.
રાજકીય સફર
દેવેન્દ્ર ફડણવીસનું રાજકીય જીવન ખૂબ જ સક્રિય અને પ્રભાવશાળી રહ્યું છે. 1992થી 2001 સુધી, તેમણે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ કાઉન્સિલર તરીકે સેવા આપી હતી. આ પછી તેઓ 1997થી 2001 સુધી નાગપુરના મેયર રહ્યા હતા. 1999થી સતત પાંચ વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. બાદમાં તેઓ 2014થી 2019 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા. આ પછી, તેમણે 2019થી 2022 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળ્યું. હાલમાં તેઓ મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન છે અને હવે તેઓ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન બનશે.
Source link