NATIONAL

Maharashtra: મહાયુતિમાં CMનો ચહેરો કોણ? દેવેન્દ્ર ફડણવીસે કર્યો આ ઇશારો

હરિયાણા બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ચર્ચાઓ તેજ બની છે. 20 નવેમ્બરે મતદાન થવાનું છે. હરિયાણામાં ધારાસભ્ય દળની બેઠક દરમિયાન સીએમ નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. એવામાં મહાયુતિનો સીએમનો ચહેરો કોણ છે તેની પર મોટુ અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના ડે.સીએમ દેવેન્દ્ર ફડણવીસે મહાયુતિના મુખ્યમંત્રીના ચહેરા તરફ ઇશારો કર્યો છે.

કોણ બનશે મુખ્યમંત્રી?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 પહેલા ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ તેનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે. આ દરમિયાન દરેકના મનમાં એક જ સવાલ હતો કે આવનારી ચૂંટણીમાં મહારાષ્ટ્રનો સીએમ ચહેરો કોણ બનશે? દેવેન્દ્ર ફડણવીસે નામ લીધા વગર આ સવાલ પર પડદો ઉઠાવી દીધો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમારા મુખ્યમંત્રી અહીં બેઠા છે. એટલે કે તેમનો ઇશારો એકનાથ શિંદે તરફ હતો.
શરદ પવારને આપેલી ચેલેન્જ
વિપક્ષ પર નિશાન સાધતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે MVA (મહા વિકાસ અઘાડી) એ હજુ સુધી સીએમ ચહેરાની જાહેરાત કરી નથી. જો કે મુખ્યમંત્રીના ઉમેદવારની જાહેરાત કરવાની અમારે કોઈ જરૂર નથી, તે અમારી વચ્ચે બેઠા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એમવીએ સીએમનું નામ આગળ નથી લાવી રહ્યું કારણ કે તેઓ ચૂંટણી પરિણામો પછી જ સીએમ વિશે ચર્ચા કરશે. હું પવાર સાહેબ (શરદ પવાર)ને પડકાર આપું છું કે તેઓ તેમના મુખ્ય પ્રધાનપદનો ચહેરો પણ જાહેર કરે.
બેઠકોની વહેંચણી ક્યારે ?
તો સીટ વહેંચણી અંગે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સત્તાધારી પક્ષમાં સીટ વહેંચણીનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અમે થોડા દિવસોમાં તેની જાહેરાત કરીશું. અહેવાલોનું માનીએ તો મહારાષ્ટ્રમાં મહાયુતિ ફરી જીતશે તો એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે નાયબ મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે રેસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રીના ચહેરા પર મૌન જાળવી રાખ્યું છે

288 બેઠકો પર મતદાન
એમવીએ ગઠબંધનનો ભાગ બનેલા ઉદ્ધવ ઠાકરેને જ્યારે મુખ્યમંત્રીના ચહેરા પર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પહેલા મહાયુતિને નક્કી કરવા દો કે તેમના પક્ષમાંથી કોણ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર છે, તેથી પહેલા તેઓ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની 288 સીટો પર 2 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થશે. આ ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button