NATIONAL

Devendra Fadnavis Net Worth: 3 કરોડના ઘરમાં રહે છે ફડણવીસ, જાણો નેટવર્થ

મહારાષ્ટ્રના સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત શપથ લેવા જઇ રહ્યા છે. મહારાષ્ટ્રના સુકાની કોણ તેને લઇને આટલા દિવસથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં ફરીએકવાર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. 5 ડિસેમ્બરે શપથ લેશે. ત્યારે આવો જાણીએ દેવેન્દ્ર ફડણવીસ પાસે કેટલી સંપત્તિ છે. કુલ કેટલી છે નેટવર્થ આવો જાણીએ.

MyNeta.com પર ચૂંટણી એફિડેવિટ મુજબ દેવેન્દ્ર ફડણવીસની કુલ નેટવર્થ રૂ. 13.27 કરોડ છે. જ્યારે તેમની પાસે રૂ. 62 લાખની જવાબદારી પણ છે. MyNeta.com પર ચૂંટણી એફિડેવિટને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2023-24 દરમિયાન દેવેન્દ્ર ફડણવીસની કુલ આવક 79.3 લાખ રૂપિયા હતી, જ્યારે તેના એક વર્ષ પહેલા આ આવક લગભગ 92.48 લાખ રૂપિયા હતી.

શેરમાં કેટલુ કર્યુ છે રોકાણ ?

ચૂંટણી એફિડેવિટ મુજબ દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્નીના બેંક ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુ જમા છે. આ સિવાય મહારાષ્ટ્રના સીએમએ શેરબજાર, બોન્ડ કે ડિબેન્ચરમાં કોઈ રોકાણ કર્યું નથી, પરંતુ પત્ની અમૃતા ફડણવીસના બોન્ડ, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 5.63 કરોડ રૂપિયાનું રોકાણ છે. આ સિવાય દેવેન્દ્ર ફડણવીસ પાસે તેમના NSS-પોસ્ટલ સેવિંગ્સ એકાઉન્ટમાં 17 લાખ રૂપિયા જમા છે, જ્યારે તેમની પાસે 3 લાખ રૂપિયાની LIC પોલિસી પણ છે.

નથી એક પણ કાર

જંગમ મિલકતની અન્ય વિગતો જોઈએ તો દેવેન્દ્ર ફડણવીસ પાસે લગભગ 450 ગ્રામ સોનું છે અને તેમની પત્ની પાસે 900 ગ્રામ સોનું છે. તેની કિંમત લગભગ 98 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રના સીએમના નામે કોઈ કાર નથી કે તેમની પત્ની પાસે ફોર વ્હીલર પણ નથી. તમને જણાવી દઈએ કે ફડણવીસ પર તેમની પત્ની દ્વારા લેવામાં આવેલી 62 લાખ રૂપિયાની લોનની જવાબદારી છે.

 3 કરોડના ઘરમાં રહે છે દેવેન્દ્ર ફડણવીસ

હવે વાત કરીએ મહારાષ્ટ્રના ફરી એકવાર સીએમ બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસની સ્થાવર મિલકતની તો ચૂંટણી એફિડેવિટ મુજબ તેમના અને તેમની પત્ની અમૃતા ફડણવીસના નામે 1.27 કરોડ રૂપિયાની ખેતીની જમીન નોંધાયેલી છે. રહેણાંક સંપત્તિ પર નજર કરીએ તો મહારાષ્ટ્રના સીએમ બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસના નામે 3 કરોડ રૂપિયાનું ઘર અને 47 લાખ રૂપિયાનું બીજું ઘર છે. આ સિવાય તેમની પત્નીના નામે 36 લાખ રૂપિયાની રહેણાંક મિલકત પણ નોંધાયેલી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button