નસવાડી પાલા ધામના ટ્રસ્ટ ઓ અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભક્તો દ્વારા નિજાનંદ મહારાજના નિવેદનને લઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
સદગુરુ શ્રી કાશી વિશ્વનાથ મહારાજ આશ્રામ, ગુરુધામ પાલા નસવાડી ખાતે ટ્રસ્ટીઓ અને 5 હજાર જેટલા ભક્તો એકત્ર થઈ પાલા ધામથી વાહન સાથે નિકળી આમરોલી થઈ નસવાડી મામલતદાર કચેરી ગયા હતા. ભક્તો દ્વારા નિજાનંદ મહારાજના આપેલા નિવેદન સામે ભક્તોનો રોષ ભભૂકી ઉઠયું અને નિજાનંદ મહારાજ સામે ગુનો દાખલ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.
ભક્ત જવાહર ભાઈ તડવીના જણાવ્યા મુજબ ઇન્દ્રાલ ટેકરીના નિજાનંદ મહારાજ જે બની બેઠેલા છે તેઓએ અમારા ગુરુ ની મૂર્તિ બનાવી મૂર્તિને ગામે ગામ ફેરવી ભંડોળ ભેગું કરે છે. અમારા ગુરુને ગામે ગામ ફેરવવાની એને શુ જરૂર હતી. અમારા ગુરુ નું ઘણું મોટું અપમાન થયે છે. એના કારણે મહામેદની ઉપસ્થિત થઈ છે અને નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
Source link