અમદાવાદ જિલ્લામાં ધંધૂકા પાલિકાના શાસકોની ઘોર બેદરકારી સામે આવી છે. પાછલા ઘણા લાંબા સમયથી કોલેજ રોડની ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે. રોડની વચ્ચે જ તૂટેલું ઢાંકણું રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીનું મોટું કારણ બન્યું છે. ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે શું પાલિકા તંત્ર આંખ આડા કાન કરી કોઈ મોટા અકસ્માતની વાટ જોઇ રહ્યુ છે.
ધંધૂકા કોલેજ રોડ પર કિકાણી કોલેજ નજીક રોડ પર આવેલી ગટરનું ઢાંકણું પાછલા ઘણા લાંબા સમયથી તૂટેલું છે. પાલિકાના કર્મચારીઓ, વિવિધ સરકારી અધિકારીઓ, પૂર્વ નગરસેવકો દરરોજ નીકળે છે. પરંતુ કોઈ આ ઢાંકણું રીપેર કરવાની દરકાર લેતું નથી. ત્યારે નગરપાલિકા તંત્ર લગભગ દર બે દિવસે શહેરના કોલેજ રોડની સફાઇ કરે છે. ત્યારે પણ આ તૂટેલું ગટરનું ઢાંકણું કેમ કોઈને દેખાતું નથી. શાળા, કોલેજ જવા આવવા વાળા લોકોથી માર્ગ ધમધમતો રહે છે. ત્યારે આ તૂટેલું ઢાંકણું મોટો અકસ્માત સર્જી શકે તેમ છે. ત્યારે પાલિકા તંત્ર અને આગામી દિવસોમાં ફરી પાલિકાની ચૂંટણી આવવાની છે. ત્યારે મત માગવા નીકળી પડતા કહેવાતા સેવાભાવિ નેતાઓ કેમ લોકોની સમસ્યાને હલ નથી કરી શકતા અથવા તો તેઓ રજૂઆત કરે છે. પરંતુ પાલિકામાં તેમનું કાંઈ ઉપજતું નથી અથવા અધિકારી સામે વામણા સાબિત થઈ રહ્યા છે. શહેરીજનો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.
Source link