GUJARAT

Dhandhuka: ભરૂચ જેવડો વિસ્તાર ધરાવતા ધંધૂકાને જિલ્લો બનાવો

ધંધૂકાની જિલ્લો બનાવવાની માંગ સામાન્ય જનથી લઈ વિવિધ સંસ્થાઓ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, સરપંચો સહિત તમામ લોકો સ્વંયભુ રીતે માંગ કરી રહ્યા છે ત્યારે જિલ્લો શા માટે નો તર્ક શું? જૂનો અખંડ ધંધૂકા તાલુકો જેમાં બરવાળા, ધોલેરા અને રાણપુર સમાવિષ્ટ હતા.

કુલ 162 ગામડાઓ ધરાવતો ભરૂચ જિલ્લા જેવડો ધંધૂકા તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. વર્તમાન દ્રષ્ટિએ ધંધૂકા તાલુકા સાથે બરવાળા, રાણપુર અને ધોલેરા તાલુકાઓનો સમાવેશ કરવામા આવે તો આ વિસ્તાર જે વિકાસથી વંચિત છે અને જિલ્લાની વર્ષોથી માંગ કરી રહ્યો છે. ત્યારે જિલ્લાની માંગને ન્યાય મળવો જોઈએ. છેલ્લી વસ્તી ગણતરી મુજબ ધંધૂકા તાલુકા(ધોલેરા-ધંધૂકા)ની વસ્તી 1,45,000, બરવાળા તાલુકાની વસ્તી 76,000 રાણપુર તાલુકાની વસ્તી 93,000 થાય છે. એટલે કે જૂના ધંધૂકા તાલુકાની વસ્તી અંદાજે 3.15 લાખની વસ્તી થાય છે.

ધંધૂકા નગરપાલિકાની વસ્તી 35,000 રાણપુર પંચાયતની વસ્તી 17,000 બરવાળા નગરપાલિકાની વસ્તી 23,000 ધોલેરા ગ્રામ પંચાયતની વસ્તી 3,000 છે. વિસ્તારની દ્દષ્ટિએ તો ધંધૂકા વિરમગામ કરતા 3 તાલુકાને ભેગા કરીએ તો પણ ધંધૂકા- ધોલરા વિસ્તાર જેટલા થતાં નથી. આ 4 તાલુકાનો વિસ્તાર અત્યારના ભરૂચ જિલ્લાના વિસ્તાર જેટલો આપડો આ 4તાલુકાનો ભાલ પ્રદેશનો વિસ્તાર છે. ત્યારે આ બધા સમીકરણો વસ્તી તેમજ વિસ્તારની દૃષ્ટિને જોતા જો વિરમગામ જિલ્લો બની શકતો હોય તો ધંધૂકા પણ જિલ્લો બનવાને લાયક છે. તેવું ધંધૂકા તેમજ ધોલેરા તાલુકાના જાગૃત પ્રજાજનો માની રહ્યા છે.

શહેર તેમજ તાલુકાના અગ્રણીઓના મંતવ્ય

ધંધૂકાને જિલ્લો બનાવવાની માંગ વ્યાજબી છે. જિલ્લો બનશે તો આ વિસ્તારના છેવાડાના માનવીની પછાતતા દૂર થશે. તમામ દ્રષ્ટિકોણથી ધંધુકા ભાલ જિલ્લા ની માંગ સાચી અને અત્યંત જરૂરી છે.

વર્ષો જૂની જિલ્લાની માંગ છે. જે તે સમયે પૂર્ણ નથી થઈ. પરંતુ હાલ જિલ્લાની માંગ એ સમયે પણ વ્યાજબી હતી અને અત્યારે પણ અતિ વ્યાજબી છે. વિસ્તાર પછાત હોવાથી જિલ્લો બનાવાય તો સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ શક્ય બને.

ધંધૂકા જિલ્લો બનવો જોઈએ. કારણ કે જિલ્લા મથકથી 105 કિમી દૂર પડે છે. આરટીઓ, આરોગ્ય અને શિક્ષણ માટે દૂર જવું પડે છે. રોજગારી માટે ઔધોગિક માળખું જ નથી ત્યારે ધંધૂકા ભાલ નવો જિલ્લો જરૂરી છે.

ધંધૂકા વિસ્તારના લોકો અને સંસ્થાઓ દ્વારા વારંવાર જિલ્લાની માંગ આવી હતી. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લોકોની માંગણી મેં પત્રના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button