GUJARAT

Dhandhuka: નવા વર્ષે રેલવે ઓવરબ્રિજને સંપૂર્ણ ખુલ્લો મુકાશે ખરો…!

ધંધૂકા અમદાવાદ માર્ગ પર પાછલા 7 વર્ષ ઉપરાંતના સમયથી બની રહેલ ઓવરબ્રિજની એકતરફ્નો માર્ગ છ માસ અગાઉ ખોલી દેવામાં આવ્યો છે. પરંતુ બીજી તરફ્ના માર્ગનું કામ હજુ પણ ચાલુ છે. ત્યારે આગામી તા. 17મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આકરૂ ગામની સંભવિત મુલાકાત લેવાના છે. ત્યારે શું તંત્ર બીજી તરફ્નો માર્ગ પર શરૂ કરી દેશે કે પછી હજુ પણ વાહનચાલકોને એક માર્ગીય પુલથી જ સંતોષ માનવો પડશે?

ધંધૂકા રેલવે ફાટક પર પાછલા 7 વર્ષ ઉપરાંતના સમયથી ઓવરબ્રિજનું કામ સાવ ગોકળગાયની ગતિએ જારી રહેવા પામ્યું છે. તે પૈકી પુલનો એકતરફ્નો માર્ગ વાહનવ્યવહાર માટે છ માસ અગાઉ શરૂ કરી દેવાયો હતો. જેના કારણે ટ્રાફ્કિની સમસ્યા આંશિક રીતે હળવી બની હતા. પરંતુ હજુ બીજી તરફ્ના પુલનું કામ ચાલુ જ છે. ત્યારે હજુ વાહન ચાલકોને કેટલા સમય સુધી સમગ્ર પુલ કાર્યરત બને તેના માટે વાટ જોવી પડશે તેની કલ્પના કરવી જ રહી. ત્યારે લોકોમાં એક અનેરી આશા એવી જન્મી કે આગામી 17મી તારીખે મુખ્યમંત્રીનો સંભવિત પ્રવાસ તાલુકાના આકરું ગામે થવાનો છે. તો આ તારીખે જ સમગ્ર પુલ પણ મુખ્યમંત્રી લોકાર્પણ કરી ટ્રાફ્કિની સમસ્ત સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દેશે તેવું લોકો માની રહ્યા છે. પરંતુ જે ગતિથી કામ ચાલુ છે. તે જોતા લોકો વિમાસણ પણ અનુભવી રહ્યા છે કે કદાચ મુખ્યમંત્રીના વરદ હસ્તે આ શુભકાર્ય ના પણ થાય. ત્યારે લોકો આશભરી નજરે વર્ષો સુધી સતત ટ્રાફ્કિજામના દ્રશ્યો સર્જનાર ઓવરબ્રિઝ આગામી 17મી તારીખે સંપૂર્ણ રીતે સેવારત થાય તેવું ઇચ્છી રહયા છે. ત્યારે ધંધૂકાનો સૌથી વધુ સમય લીધા બાદ પણ હાલ અધૂરા પુલનું કામ પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button