ધંધુકા એસટી ડેપો ખાતે સ્ટાફ્ અછત ને કારણે એસટી તંત્ર નું સંચાલન ખોરંભે પડયું હતું.ધંધુકા ડેપો ખાતે મંજુર મહેકમ કરતા 25 બસ ચાલકો અને 23 કંડકટર ની ઘટ સુચારુ સંચાલનમાં અડચણ રૂપ બની રહી છે. એસટીના મુસાફરો એ રોષ ઠાલવી સત્વરે મજૂર મહેકમ મુજબ સ્ટાફ્ ભરવા રજુઆત કરાઈ.
ધંધુકા એસટી ડેપો માં સ્ટાફ્ ની અછત ને કારણે એસટી વિભાગ નું સુચારુ સંચાલન ખોરંભે પડયું છે તહેવારોના દિવસો માં જ સ્ટાફ્ ની અછત ને કારણે રૂટ સંચાલનમાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી. ધંધુકા એસટી ડેપો ખાતે 1 ટીઆઈની પોસ્ટ છે જે ખાલી છે તો 7 ટ્રાફ્કિ કંટ્રોલર ની જગ્યા સામે માત્ર 1 ટ્રાફ્કિ કંટ્રોલર,ચાલકો 84 ની સામે માત્ર 59 તો કંડકટર ની 84 જગ્યા સામે 61 જ હાજર છે. આમ ધંધુકા જેવા મોટા સેન્ટર પર એસટી નિગમ માં સ્ટાફ્ની મોટટી અછત સર્જાતા ટ્રાફ્કિ રૂટ નું સંચાલન અઘરું બન્યું છે. મુસાફરોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે મુસાફરો સત્વરે આ જગ્યાઓ ભરવામાંઆવે તેવી માંગ કરી રહ્યાં છે.
Source link