BUSINESS

Dhanteras: ધનતેરસ પહેલા સોનાનો ભાવ પહોંચ્યો રેકોર્ડ સ્તરે, એક માસમાં 4,132 રૂા.વધ્યા

દિવાળીના તહેવારો શરૂ થાય તેની પહેલા જ સોનાના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે. શુક્રવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં જ નહીં મલ્ટિ કોમોડિટી એક્સચેંજ ઉપર સોનાની કિંમતમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. ગત એક મહિનામાં સોનાના ભાવમાં 4,100 રૂપિયાથી વધારો ઝીંકાયો છે. મળતી માહિતી અનુસાર જિયો પોલિટિકલ ટેન્શન અને તહેવારોની સિઝનમાં સોનાની માંગમાં વધારો થવાથી સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં સોનાની કિંમતમાં વધારો થશે. ધનતેરસના દિવસે એમસીએક્સ પર સોનાની કિંમત 80 હજાર રૂપિયાની નીજક પહોંચી શકે છે. 

 દિલ્હીમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તર પર છે

મળતી માહિતી અનુસાર તહેવારો દરમિયાન મજબૂત માંગને કારણે શુક્રવારે દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું રૂપિયા 550 વધીને રૂપિયા 79,900 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 79,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સતત ત્રીજા દિવસે 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂ. 550 વધીને રૂ. 79,500 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. પાછલા સત્રમાં તે 78,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. દરમિયાન, ચાંદી રૂપિયા 1,000ના ઉછાળા સાથે રૂપિયા 94,500 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. ગુરુવારે ચાંદી 93,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી.

MCX પર સોનાએ રેકોર્ડ બનાવ્યો

દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં શુક્રવારે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત 77,839 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળી હતી. મોડી રાત્રે બજાર બંધ થયું ત્યારે સોનાનો ભાવ 77,749 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો. જોકે, સવારે સોનાનો ભાવ 77,249 રૂપિયા જોવા મળ્યો હતો. શુક્રવારે સોનાની કિંમત 600 રૂપિયાથી વધુના વધારા સાથે બંધ થઈ હતી. જાણકારોના મતે આગામી દિવસોમાં સોનાની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે.

એક મહિનામાં કેટલો વધારો થયો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં જોરદાર વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં 5.61 ટકાનો વધારો જોવા મળ્યો છે. મતલબ કે સોનાની કિંમતમાં 4,132નો વધારો જોવા મળ્યો છે. 18 સપ્ટેમ્બરે સોનાનો ભાવ 73,707 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. જ્યારે 18 ઑક્ટોબરે સોનાની કિંમત 77,839 રૂપિયા પ્રતિ દસ ગ્રામની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં એટલે કે ધનતેરસ સુધીમાં સોનાની કિંમત 80 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button