- અભિષેક બેનરજીએ કાસ્ટિંગ ડિરેક્ટરથી શરૂ થયેલી કારર્કિદી વિશે જણાવ્યું
- વર્ષ 2010માં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
- કાસ્ટિંગ એટલી ખરાબ લાગી કે તેણે તેને સીધો જ ફિલ્મમાંથી હટાવી દીધો
અભિનેતા અભિષેક બેનરજીએ, જેઓ ‘સ્ત્રી’ અને ‘ભેડિયા’ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મોનો ભાગ હતા, તેમણે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
એક સમયે તે ધર્મા પ્રોડક્શન માટે કાસ્ટિંગનું કામ કરતો હતો, જો કે, એકવાર કરણ જોહર તેના કામથી નાખુશ હતો અને તેને ફિલ્મમાંથી કાઢી મૂક્યો હતો. અભિનેતાને લાગતું હતું કે આનાથી તેની કારકિર્દી બરબાદ થઈ જશે, જો કે એવું ન થયું. 2012માં રિલીઝ થયેલી ફિલ્મ અગ્નિપથ’ના કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક બેનરજી હતા. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરે કર્યું હતું, જ્યારે તેના નિર્દેશક કરણ મલ્હોત્રા હતા. ફિલ્મના નિર્માતાને અભિષેક દ્વારા કરવામાં આવેલી કાસ્ટિંગ એટલી ખરાબ લાગી કે તેણે તેને સીધો જ ફિલ્મમાંથી હટાવી દીધો. આ અંગે એક ઇન્ટરવ્યૂમાં અભિષેક બેનરજીએ કહ્યું હતું કે, અમને ‘અગ્નિપથ’માંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. અમે તે ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યા હતા. જો કે, પાછળથી તે ફિલ્મનું કાસ્ટિંગ કામ જોગીભાઈ (મલંગ) દ્વારા કરવામાં આવ્યું હતું. અમને કેમ હાંકી કાઢવામાં આવ્યા? કારણ કે કરણ સરને અમારી કાસ્ટિંગ પસંદ નહોતી.’
તેણે વધુમાં કહ્યું કે, અમે ફિલ્મમાં અનુરાગ કશ્યપ જેવા અભિનેતાને કાસ્ટ કરી રહ્યા હતા. તેઓને તે ગમ્યું નહીં અને કહ્યું ‘અમારી ફિલ્મમાંથી બહાર નીકળો’. અમને લાગ્યું કે અમારી કારકિર્દી બરબાદ થઈ ગઈ છે. કારણ કે અમને ધર્મા પ્રોડક્શનમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અમે વિચાર્યું કે અમે અપશુકનિયાળ છીએ, પરંતુ સદનસીબે અમે બચી ગયા.’ નોંધનીય છે કે, અભિનેતા અભિષેક બેનરજી જે આજકાલ પોતાની એક્ટિંગને કારણે ચર્ચામાં છે, તેણે વર્ષ 2010માં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે વિદ્યા બાલન અભિનિત ફિલ્મ
ધ ડર્ટી પિક્ચર’ અને રાની મુખરજી સ્ટારર ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘મિકી વાઇરસ’, ‘ગબ્બર ઈઝ બેક’, ‘રોક ઓન-2’, ‘ઓકે જાનુ’, ‘સિક્રેટ સુપરસ્ટાર’, ‘કલંક’ જેવી ફિલ્મો માટે કાસ્ટિંગ કામ કર્યું હતું.
Source link