ધોળકાના વૌઠા ગામે સપ્ત નદી ના સંગમ સ્થાને તા. 12મી નવેમ્બરના રોજ ભાતીગળ લોકમેળાનું ઉદ્દઘાટન કરી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ઉદઘાટન સમારોહમાં રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને વૌઠા ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તા. 12મીથી 17મી નવેમ્બર સુધી સતત છ દિવસ રાત મેળો યોજાવાનો છે.
વૌઠા ગ્રામ પંચાયત દ્વારા લોકોને મેળો માણવામાં હાલાકી ના પડે તે માટે સુવિધા કરી છે. વૌઠા ગામે સાત નદીનું સંગમ થાય છે. પવિત્ર સપ્ત નદીના સંગમ સ્થાને વૌઠા ગામે સાબરમતી, હાથમતી, ખારી, વાત્રક, મેશ્વો, શેઢી અને માજુમ એમ સાત નદીનો સંગમ થાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સપ્ત નદીના સંગમે સ્નાન કરી ચકલેશ્વર મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે. સુપ્રસિદ્ધ લોકમેળાનું અનેરૂ મહત્વ રહેલું છે. આ મેળામા હરિ ફરી શકે તેના માટે ખુલા રસ્તા, લાઈટ, પીવાના પાણી સુવિધા, આરોગ્ય, પશુ દવાખાનું, 108ની સેવા, 181 મહિલા ટીમ, ફાયર વિભાગની સુવિધા પણ કરવામાં આવી છે. મેળામાં મોટા ચકડોળ, બ્રેકડાન્સ, મોતના કુવા સહીતનું મનોરંજનની રાઈડસ છે. મેળામાં ગ્રામ પંચાયતની ઓફ્સિ પણ બનાવવામાં આવી છે. જેથી લોકો સીધો પંચાયતનો સંપર્ક કરી શકે.
આ ઉપરાંત મેળામાં લોકો દિવસ રાત કોઈ ભય વગર મેળો માણી શકે અને કોઈ અનિચ્છનિય બનાવ ના બંને તે માટે 1,390 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ હાજર રહેશે. કોઈપણ ફરિયાદ હોય તો મેળામા જ પોલીસ મથક બનાવવામાં આવ્યું છે. વૌઠાના મેળામાં 100થી વધારે સીસીટીવી કેમેરાથી મેળા પર બાજનજર રખાશે. મેળો માણવા અમદાવાદ, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાંથી લોકો ઉમટી પડશે.
Source link