ધોળકા તાલુકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના લોકો દ્વારા ચૂંટવામાં આવેલા સભ્યોએ વારંવાર સરપંચને વિકાસના તથા અન્ય રોજિંદા જીવનમાં આવતાં કાર્યો માટે રજૂઆત કરવામાં આવતી હતી.
પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ અભદ્રભાષામાં અને ગમે તેવા જવાબ આપવામાં આવતા હતાં જેથી કંટાળી આ સર્વે સભ્યોએ આ આખરી નિર્ણય લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. ત્યારે ધોળકા તાલુકાના અધિકારી આસીસ્ટન ટીડીઓ કુસુમબેન ધોળી ગામે પહોચ્યા હતા. અને કોઠ પોલીસના માણસો પણ ધોળી ગામે પહોંચી ગયા હતા. સભ્યો દ્વારા અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરી જેમાં સરકારી અધિકારીઓ દ્વારા મનધડત નિર્ણય કરી મરણ પામેલ સભ્યની હાજરી ઘણી બહુમતી હોવા છતાં બે તૃતીયાંશનો આગ્રહ રાખી ગામની પ્રાથમિક અને જીવન જરૂરિયાતની બાબતો માટે પોતાની પવિત્ર ફરજ બજાવતા સભ્યો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ને ફ્ગાવી દીધી હતી. અને સ્થળ પર કોઈપણ જાતનો જવાબ આપ્યા વગર અને સભ્યો દ્વારા આપવામાં આવેલ હાઇકોર્ટના આદેશની કોપી પણ સ્વીકારી નહોતી. અને સરકારી ગાડીમાં સવાર થઈ ચાલતી પકડી હતી. ત્યારે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગાડીને રોકવામાં આવી હતી. ગાડી રોકતા કુસુમબેનએ ધોળકા ટીડીઓને જાણ કરી ધોળી ગામે બોલાવ્યા હતા. ધોળકા ટીડીઓ પણ આવી કોઈ નિર્ણય લીધો ન હતો. અને સભ્યો દ્વારા આપવામાં આવેલી લેખિત રજૂઆત સ્વીકારી હતી અને આવતીકાલે જવાબ કરવાનું આશ્વાસન આપ્યું હતું. હાજર મીડિયા પત્રકારો દ્વારા ટીડીઓ પાસે આ અંગે માહિતી માગવા છતાંય ટીડીઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું. આમ ધોળી ગ્રામ પંચાયત ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અન્યાય થયાનો અહેસાસ થયો હતો.
સરપંચના પતિ શું કહે છે.
મારું નામ પ્રવિણસિંહ પ્રતાપસિંહ ચાવડા છે. અને મારી ઉપર નહીં પણ મારી પત્ની જે સરપંચ છે તેની ઉપર અવિશ્વાસ ની દરખાસ્ત કરી છે. હું કમિટી સભ્ય છું મારા પત્ની યે કે મે કોઈ એવા કાર્ય કર્યા નથી કે અવિશ્વાસની દરખાસ્ત થાય અને અધિકારીઓ આવ્યા છે તો કાયદો કાયદા નું કામ કરશે જે હશે એ અમને મંજૂર છે.
ટીડીઓએ મગનું નામ મરી ન પડયું
ધોળી ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તમાં જવાબદાર અધિકારી ટીડીઓ બીપીન પરમાર એ મગનું નામ મરી ના પાડયું અને મીડિયા ને પણ કેમેરા આગળ બોલવાનો ઇનકાર કર્યો હતો
Source link