ધોળકા નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ એવા ગધેમાર જકાતનાકા થી મેનાબેન ટાવર ચાર રસ્તા સુધીના મેઈન રોડ ઉપર દરરોજ ગટરો ઉભરાય છે. આ મેઈન રોડ પર કાયમ ગટરના પાણી ભરાયેલા રહેતા હોવાથી આ ગંદા પાણીમાંથી એસટી બસો સહિતના તમામ વાહનોને પસાર થવું પડે છે.
રાહદારીઓની હાલત કફોડી બની ગઈ છે. સ્થાનિક રહીશો અને દુકાનદારો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. મેનાબેન ટાવર ખાતે રસ્તા પર સામુહિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે. જ્યાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. દવાખાના ની બહાર જ ગટરના પાણી ભરેલા છે. દર્દીઓને આ ગટરના ગંદા પાણીથી હાલાકી પડી રહી છે. આ ગટરના પાણી થી હાલાકી નો સામનો કરવો પડે છે. નગરપાલિકામાં અવાર નવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યા હલ કરવામા આવતી નથી. આ મેઈન રોડ ઉપર ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી જાગૃત જનતા ની માંગ ઉઠવા પામી છે.
Source link