SPORTS

WPL: ત્રીજી સિઝનમાં ડિએન્ડ્રા ડોટ્ટિન અને સિમરન શેખ એક્સ ફેક્ટર સાબિત થશે

વિમેન્સ પ્રીમિયર લીગની છેલ્લી બે સિઝનમાં તળીયાના સ્થાને રહેલી ગુજરાત જાયન્ટ્સ ફ્રેન્ચાઈઝીએ તાજેતરમાં યોજાયેલી મિની હરાજીમાં વેસ્ટ ઇન્ડિઝની ઓલરાઉન્ડર ડિએન્ડ્રા ડોટ્ટિન (1.7 કરોડ), ભારતની સિમરન શેખ (1.9 કરોડ) તથા ઇંગ્લેન્ડની ઓલરાઉન્ડર ડેનિલી ગિબ્સનને (30 લાખ રૂપિયા) ખરીદીને પોતાના પ્લેઇંગ કોમ્બિનેશનને વધારે મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

ઓસ્ટ્રેલિયન કોચ માઇકલ ક્લિંગરે જણાવ્યું હતું કે રમતના તમામ પાસાને અમે વધારે કવર કર્યા છે. સિમરન એવી ખેલાડી છે તે પાવરફૂલ શોટ્સ રમીને બોલને બાઉન્ડ્રી રેખાથી ઘણી દૂર સુધી મોકલવાની ક્ષમતા ધરાવે છે. ક્લિંગરે જણાવ્યું હતું કે છેલ્લી સિઝનની સમીક્ષા કરીએ તો અમે અમારી બેટિંગ લાઈનઅપમાં વધારે પાવર ઉમેરવા માગતા હતા અને સિમરન તે અપેક્ષા પુરી કરી શકે છે. તેના આંકડા ઉપર નજર નાખો અને ચેલેન્જર ટ્રોફીમાં પણ તેનો સ્ટ્રાઇક રેટ 200ની આસપાસનો રહ્યો છે. સ્થાનિક પ્લેયર મિડલ ઓર્ડરમાં આવીને મેચનું પરિણામ બદલી નાખે તે જોવાનો આનંદ અલગ રહેશે. પ્રથમ સિઝનના વિવાદ બાદ ટીમ સાથે ફરી સંકળાયેલી ડોટ્ટિનના સંદર્ભમાં ક્લિંગરે જણાવ્યું હતું કે તે એક્સ ફેક્ટર સાબિત થશે. તે ડાયનેમિક ખેલાડી છે અને સતત સ્પીડમાં બોલ નાખીને ચાર ઓવરનો સ્પેલ પૂરો કરવા ઉપરાંત બેટ દ્વારા ટૂંકા સમયમાં સ્કોરિંગ રેટ વધારી શકે છે. તે છઠ્ઠા ક્રમ સુધી ગમે ત્યાં બેટિંગ કરી શકે છે. બોલિંગ કોચ પ્રવીણ તામ્બેએ ત્રીજી સિઝનમાં પોતાના બોલર્સ વધારે સારો દેખાવ કરશે તેવી આશા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ટી20 ફોર્મેટમાં બોલર્સ પણ ઝડપથી વિકલ્પો શોધી રહ્યા છે. મેચો જે સ્થળે રમાવાની છે ત્યાં ટીમનો બેઝકેમ્પ રાખીને આગામી સિઝનની તૈયારીઓ કરીશું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button