રાજયમાં ડીજિટલ એરેસ્ટના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને સાઈબર ગઠિયાઓ નિવૃત્ત લોકોને આસાનીથી શિકાર બનાવી રહ્યાં છે. રાણીપ વિસ્તારમાં રહેતા નિવૃત સાયન્ટિસ્ટ અને તેમની પત્નીને સાયબર ગઠિયાઓએ 25 દિવસ સુધી ડીજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી 2.82 કરોડ ખંખેરી લીધા હતા.
આ મામલે નિવૃત સાયન્ટિસ્ટને હકીકતની જાણ થતા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરવા માટે પોહ્ચ્યા હતા. પરંતુ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓ આ મામલે સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરીને અરજી કરવાની સલાહ આપી હતી. જે બાદ સમગ્ર મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેલ દ્વારા આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ્ ઓક્યૂપેસનલ હેલ્થ મેઘાણીનગરમાં ફ્રજ બજાવી ચુકેલા નિવૃત સાયન્ટિસ્ટ હરી સિદ્ધ ગુલાબદાસ સાધુ (ઉ,68) રાણીપમાં આવેલા કીર્તન ફ્લેટમાં તેમની પત્ની સાથે નિવૃત્તિનું જીવન પસાર કરે છે. તેમને ગત ઓગસ્ટ મહિનામાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી બોલીએ છીએ તેમ કહીને મુંબઈથી તાઈવાન તમે પાર્સલ મોકલ્યું હતું જેમાં એમ.ડી ડ્રગ્ઝ, પાસપોર્ટ, એટીએમ કાર્ડ તથા અમેરિકન ડોલર મળી આવ્યા છે. આ મામલે પૂછપરછ કરવાની કહીને વિડીયો કોલ કરીને ગત 6 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી નિવૃત સાયન્ટિસ્ટ અને તેમની પત્નીને ડીજિટલ અરેસ્ટ રાખ્યા હતા. આ દરમિયાન ચાલાકીથી દંપતીના તમામ બેંક એકાઉન્ટ તથા ફ્ક્સિ ડિપોઝિટ સહીતની વિગતો મેળવીને કુલ રૂ,2.82 કરોડ રૂપિયા સાયબર ગઠિયાઓએ મેળવી લીધા હતા. તમામ એજન્સીઓ તરફ્થી તમે નિર્દોષ જે તે પ્રકારનું સર્ટિફીકેટ અપાશે કહીને ગઠિયાઓએ છેલ્લો ફોન 29 ઓગસ્ટના રોજ કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધ વારંવાર ગઠિયાઓને સર્ટિફિકેટ બાબતે પૂછતા કોઈ જવાબ મળતો ન હતો.
યુ.એન.મહેતા હોસ્પિટલની નર્સને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાએ રૂ. 1.31 લાખ પડાવ્યા
શાહિબાગમાં 24 વર્ષિય યુવતી યુ.એન મહેતા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. ગત 1 ઓક્ટોબરે ઇન્સ્ટાગ્રામ પર રીલ જોતી હતી. ત્યારે અચાનક જ યુનાઇટેડ કિંગ્ડમ એબ્રોડ જવા માટેની એક જાહેરાત જોઈને તેની પર ક્લીક કરી હતી.જેમાં વોટ્સએપ પર એપ્લીકેશન ખુલતા તેમાં ડોક્યુમેન્ટની માંગણી કરાઈ હતી. બાદમાં 6 ઓક્ટોબરે અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો અને તેણે એક પાર્સલ મોકલ્યું છે જે ઘરે આવી જશે તેમ કહ્યું હતું. બાદમાં એક કોલ આવ્યો હતો તેમાં દિલ્હી એરપોર્ટ પોલીસમાંથી બોલુ છું તમારા પાર્સલમાં કિંમતી વસ્તુઓ છે જેમાં આઇફોન, વોચ, 600 પાઉન્ડ, ડયમંડ રિંગ,એપલ એરબર્ડ સહિતની વસ્તુઓ છે આ પાર્સલ જોઇતું હોય તો 22 હજાર ટેક્સ ભરવો પડશે. બાદમાં ટેક્ષ ભરવો જ પડશે જો નહીં ભરો તો પોલીસ પકડી લેશે. જેથી ડરીને ગઠિયાઓએ કુલ રૂ. 1.31 લાખ પડાવી લીધા હતા. આ અંગે નર્સે અજાણ્યા ગઠિયાઓ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.જુદી-જુદી 6 એજન્સીઓના નામે વૃદ્ધ દંપતીને ડરાવીને રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા
Source link