ENTERTAINMENT

દિલજીત દોસાંઝ બન્યો ‘ડોન’, શાહરૂખ ખાન પાસેથી મળી પરમિશન, ટીઝર રીલિઝ

દિલજીત દોસાંઝે પોતાના ફેન્સને સૌથી મોટું સરપ્રાઈઝ આપ્યું છે. તેને તેના અપકમિંગ સિંગલ ‘ડોન’ની પહેલી ઝલક ફેન્સ સાથે શેર કરી છે. આ ગીતમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન છે. તમને જણાવી દઈએ કે શાહરુખે જ અમર સિંહ ચમકીલા માટે દિલજીતનું નામ સૂચવ્યું હતું.

ઈમ્તિયાઝ અલીએ કપિલ શર્માના નેટફ્લિક્સ શોમાં ખુલાસો કર્યો છે કે શાહરૂખ માને છે કે પંજાબી સિંગર દિલજીત આ સમયના સૌથી ટેલેન્ટેડ એક્ટરમાંથી એક છે. આ વખાણ સાંભળીને દિલજીત એક્સાઈટેડ થઈ ગયો અને તેણે શાહરૂખને મળવાનો અનુભવ શેર કર્યો. હવે જ્યારે બંને સુપરસ્ટાર એકસાથે આવી રહ્યા છે.

દિલજીતે રિલીઝ કર્યું ‘ડોન’નું ટીઝર

દિલજીતે ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાનના અવાજ સાથેના તેના અપકમિંગ ગીતનું ટીઝર શેર કર્યું છે. શાહરૂખ કહે છે, “એક જૂની કહેવત છે કે જો તમારે ટોપ પર પહોંચવું હોય, તો તમારે ઘણી મહેનત કરવાની જરૂર છે, પરંતુ જો તમારે ટોપ પર રહેવું હોય તો તમારે માતાના આશીર્વાદની જરૂર છે.” અને વીડિયોના અંતમાં શાહરૂખ ફેન્સને તેની ફિલ્મ ડોનની યાદ અપાવતા કહે છે કે, “તમારા માટે મારા સુધી પહોંચવું માત્ર મુશ્કેલ જ નથી પરંતુ શક્ય પણ નથી, કારણ કે ધૂળ ગમે તેટલી ઉંચી હોય, તે આકાશને પ્રદૂષિત કરી શકતી નથી.”

 

કોલકાતા કોન્સર્ટની દિલજીત અને શાહરૂખ ખાનની મોમેન્ટ

દિલજીતે 24 અને 30 નવેમ્બરે પુણે અને કોલકાતામાં પરફોર્મ કર્યું હતું. જ્યારે તેના મ્યુઝિક કોન્સર્ટે કોલકાતામાં દર્શકોને રોમાંચિત કર્યા હતા, ત્યારે શહેરનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના સ્લોગન બોલવાથી કિંગ ખાન અને તેના ફેન્સ ખુશ થયા હતા. KKRનું સ્લોગન બોલ્યા બાદ દિલજીત કહે છે- ‘આ ટેગલાઈન ખૂબ સારી છે, આ KKR છે?’ ત્યારબાદ શાહરૂખે પણ દિલજીતના હૃદયસ્પર્શી ભાષણ વિશે ટ્વિટ કર્યું અને સિંગરના વખાણ કર્યા.

દિલજીતની ઈન્ડિયા ટૂર 2024

દિલજીત દોસાંઝે તેના દિલ-લુમિનાટી પ્રવાસના ભારતીય પ્રવાસની શરૂઆત 26મી ઓક્ટોબર અને 27મી ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં તેના જોરદાર પર્ફોર્મન્સ સાથે કરી હતી. આ પછી 2 નવેમ્બરે જયપુરમાં દિલજીતનો લાઈવ કોન્સર્ટ થયો. તે પછી, 15 અને 17 નવેમ્બરના રોજ હૈદરાબાદ, અમદાવાદ અને લખનૌમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ બેંગલુરુ અને ઈન્દોરમાં પ્રદર્શન કર્યા પછી દિલજીત તેના ભારત પ્રવાસના છેલ્લા તબક્કા માટે તૈયાર છે અને ચંદીગઢ અને ગુવાહાટીમાં લાઈવ પ્રદર્શન કરશે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button