BUSINESS

Direct Tax Collection: ડાયરેક્ટ ટેક્સથી સરકારની તિજોરી છલકાઈ, થઈ તગડી કમાણી

ચાલુ નાણાકીય વર્ષમાં 17 ડિસેમ્બર સુધી ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વાર્ષિક ધોરણે 16.45 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. સરકાર દ્વારા મળતી માહિતી મુજબ કુલ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂપિયા 15.82 લાખ કરોડને વટાવી ગયું છે, આ વધારો એડવાન્સ ટેક્સ કલેક્શનમાં 21 ટકાના વધારાને કારણે થયો છે, જે 7.56 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

જાણો ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની વિગતો

કોર્પોરેટ ટેક્સ રૂપિયા 7.42 લાખ કરોડને વટાવી ગયો છે. જ્યારે નોન-કોર્પોરેટ ટેક્સ (વ્યક્તિગત આવકવેરો) રૂપિયા 7.97 લાખ કરોડને પાર ગયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 17 ડિસેમ્બર સુધીમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) રૂપિયા 40,114 કરોડ રહ્યો છે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો શું છે રોલ ?

ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જેમાં કોર્પોરેટ ટેક્સ, પર્સનલ ઈન્કમ ટેક્સ અને એસટીટીનો સમાવેશ થાય છે, તે રૂપિયા 19.21 લાખ કરોડને વટાવી ગયો છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 20.32 ટકાનો વધારો બતાવે છે. 1 એપ્રિલથી 17 ડિસેમ્બર, 2024 વચ્ચે કુલ 3.39 લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 42.49 ટકા વધુ છે.

આ ટેક્સ કલેક્શન માળખાકીય વિકાસ માટે નાણાકીય સંસાધનો પ્રદાન કરશે

સરકારે કહ્યું કે આ વધારો કોર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત આવકવેરાના સંગ્રહમાં સતત સુધારાને કારણે થયો છે. નાણાકીય નિષ્ણાતો માને છે કે આ કલેક્શન માત્ર આવકના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરશે નહીં, પરંતુ મૂડી ખર્ચ અને માળખાકીય વિકાસ માટે નાણાકીય સંસાધનો પણ પ્રદાન કરશે. નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો ભારતની આર્થિક સ્થિરતા અને મજબૂત ટેક્સ બેઝ સૂચવે છે. કર વસૂલાતમાં આ વધારો સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને સામાજિક કલ્યાણ યોજનાઓ માટે નાણાકીય સહાયને મજબૂત બનાવશે. તે જ સમયે રિફંડની ઝડપી ગતિ કરદાતાઓમાં આત્મવિશ્વાસ વધારશે અને કર અનુપાલનને વધુ પ્રોત્સાહન આપશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button