GUJARAT

પાંડેસરામાં આરોગ્ય વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પાણી પુરીનો જથ્થો નાશ કરાયો

પાણીપુરીના શોખીનો પાણીપુરી ખાતા પહેલા ચેતી જજો. કારણ કે પાણીપુરી બનાવવામાં વપરાતી પુરી ખુબ જ ગંદકીમાં બનાવતા હોવાનું સામે આવ્યું છે તાજેતરમાં જ સુરતના પાંડેસરા વિસ્તારમાં મનપાની આરોગ્યની ટીમે લાલઆંખ કરી છે.

જેમાં પુરી બનાવતા લોકોને ત્યાં મનપાએ દરોડા પાડ્યા હતા જેમાં ખુબ જ ગંદકીમાં પુરી બનાવામાં આવતી હતી અને તે આરોગ્ય માટે ખુબ જ હાનિકારક હતી અને બીજી વાત એ કે ઉનાળામાં આવી વસ્તુઓ આરોગ્ય માટે ખુબ જ હાનિકારક હોય છે.ત્યારે મનપાની ટીમે મોટા પ્રમાણમાં પાણી પુરીનો જથ્થો નાશ કરી દંડની કાર્યવાહી કરી છે.

સુરતમાં ગરમીના પ્રકોપ સાથે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. પાલિકા આરોગ્ય વિભાગની ટીમે માર્ગો પર ખુલ્લેઆમ વેચાણ થતા ખાદ્ય પદાર્થોની દુકાનો અને લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું છે. શહેરમાં ઝાડાઉલટીના કેસ વધતા ખાસ કરીને પાણીપુરીની લારીઓ પર તપાસ થઈ રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસાર વિસ્તાર અને ગોવાલકમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં આજે હાથ ધરાયેલ ચેકિંગમાં ચિંતાજનક બાબત સામે આવી.વિભાગના કર્મચારીઓએ ગોવાલકમાં પાણીપુરી મેન્યુફેક્ચરરને ત્યાં પાડવામાં આવેલ દરોડામાં જોયું કે જ્યાં પાણીપુરી બનાવવામાં આવે છે તે સ્થાન પર મોટાપાયે ગંદકીનું સામ્રાજય છે. ગંદકીવાળી જગ્યાએ પાણી પુરી બનાવવામાં આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button