GUJARAT

Diu પોલીસ વિભાગના SDPO સંદિપ રૂપાલાની બદલી, યોજાયો વિદાય સમારંભ

  • એસડીપીઓ સંદિપ રૂપાલાની બદલી ખાનવેલ ખાતે થઈ
  • અનેક અનુભવો આ વિદાય સમારોહમાં લોકો સમક્ષ રજુ કર્યા
  • દીવના નવા એસડીપીઓ રાહુલ બહેલ પણ સંદિપ રૂપાલાના બેચ મેટ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પોલીસ વિભાગમાં કાર્યરત એસડીપીઓ સંદિપ રૂપાલાની બદલી ખાનવેલ ખાતે થતાં તેમની શુભેચ્છા વિદાય સમારોહ એસપી ફુલઝેલે પિયુષ નિરાકરની અધ્યક્ષતામાં યોજાયો હતો સાથે નવા એસડીપીઓ તરીકે રાહુલ બહેલે ચાર્જ સંભાળ્યો હતો.

એસડીપીઓ સંદિપ રૂપાલાએ પણ રાહુલ બહેલને પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યું હતુ

આ પ્રસંગે એસપી ફુલઝેલે પિયુષ નિરાકરે એસડીપીઓ સંદિપ રૂપાલાને પુષ્પ ગુચ્છ તથા ભેટ આપી તેમની આગળની સર્વિસ માટે શુભેચ્છા પાઠવી હતી, આ પ્રસંગે એસડીપીઓ સંદિપ રૂપાલાએ પણ રાહુલ બહેલને પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યું હતુ. શુભેચ્છા વિદાય પ્રસંગે દીવ પોલીસ વિભાગના ઓફિસરો તથા કર્મચારીઓએ એસડીપીઓ સંદિપ રૂપાલા સાથેના કાર્યકાળના અનુભવો જણાવ્યા હતા.

પોતાના અનેક અનુભવો સ્ટાફ સાથે કર્યા શેર

આ સાથે દરેકને જણાવ્યું હતું કે તે ગુજરાતી હતા, તેથી અમે તેમને સારી રીતે સમજાવી શકતા હતા, આ સિવાય પણ અનેક અનુભવો આ વિદાય સમારોહમાં લોકો સમક્ષ રજુ કર્યા હતા. સંદિપ રૂપાલાએ પણ દીવ તેમની પ્રથમ પોસ્ટીંગ હતી, જેને લઈને તેમને ઘણુ બધુ શીખવા મળ્યુ, તેઓ દીવ તેમનો પરિવાર છે તેવુ જણાવ્યું હતું.

દીવના નવા એસડીપીઓ રાહુલ બહેલ પણ સંદિપ રૂપાલાના બેચ મેટ

આ સાથે જ તેમને નવા એસડીપીઓ રાહુલ બહેલ પણ તેમના જ બેચ મેટ છે તેવું જણાવ્યું હતું અને તેમને પણ સાથ સહકાર આપવા અપીલ કરી હતી અને તેમના સરળ સ્વભાવ વિશે પણ લોકોને જાણકારી આપી હતી. આ શુભેચ્છા વિદાય સમારોહમાં દીવ પોલીસ સ્ટાફ, આઈઆરબીએન સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button