BUSINESS

Diwali: દિવાળી પહેલા ગૃહિણીઓને સરકારની ભેટ, ફ્રીમાં ગૅસ સિલિન્ડર!, વાંચો કઈ રીતે?


નવરાત્રિ બાદ આવી રહેલી દિવાળીના તહેવારમાં ઉત્તર પ્રદેશ સરકારે મહિલાઓને ફ્રી ગૅસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. આવો જાણીએ કેવી મહિલાઓને કઈ રીતે લાભ મળશે.

દિવાળી પહેલા યુપી સરકાર મહિલાઓને મોટી ભેટ આપવા જઈ રહી છે. સીએમ યોગી આદિત્યનાથે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી જાહેરાત કરી છે કે આ દિવાળીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને ફ્રીમાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. ઉપરાંત તેઓએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, દિવાળી પહેલા તમામ પ્રકારની વ્યવસ્થા કરી લેવી જોઈએ. જેથી સમય ઉપર તમામ લાભાર્થીઓને આનો લાભ મળી શકે.

શું છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના યોજના?

ગામડાઓમાં દરેક ઘરમાં મહિલાઓને ગૅસ પહોંચાડવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેથી મહિલાઓ સરળતાથી ગૅસ પર ભોજન બનાવી શકે. આજે પણ અતરિયાળ ગામડાઓનાં ઘણા ઘરોમાં મહિલાઓ ઘણી સુવિધાઓથી વંચિત છે અને ચૂલા પર ખોરાક રાંધવા માટે મજબૂર છે, જેના કારણે તેઓ ફેફસાં અને શ્વાસ સંબંધી અનેક પ્રકારની બીમારીઓથી પીડાય રહી છે. ઘણી સ્ત્રીઓને ધૂમાડાને કારણે આંખની વિવિધ સમસ્યાઓથી પીડાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી.

બીમારીથી મહિલાઓ બચી જશે

દેશમાં કેટલાક વર્ષો પહેલા ગામડાઓમાં માત્ર ચૂલા પર જ ભોજન બનાવવામાં આવતું હતું. જેના લીધે મહિલાઓનાં આરોગ્ય ઉપર ખરાબ અસર પડતી હતી. ચૂલો અને કોલસો બાળનારી સગડીઓથી મહિલાઓને ઘણી બીમારીઓ થઈ જતી. આ સમસ્યાઓથી મુક્તિ માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી.


પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભો મેળવવા માટે આ રીતે અરજી કરો

સત્તાવાર વેબસાઇટ www.pmuy.gov.in પર જાઓ

• અહીં તમારે હોમ પેજ પર જવું પડશે અને ડાઉનલોડ વિકલ્પ પસંદ કરવો પડશે.

• અહીં તમે ઘણી ભાષાઓમાં ફોર્મ જોશો, તમારી અનુકૂળતા મુજબ ફોર્મ પસંદ કરો.

• આ સિવાય તમે આ ફોર્મ એલપીજી સેન્ટર પરથી પણ લઈ શકો છો.

• આ પછી, ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને બધી માહિતી ભરો.

• ફોર્મની સાથે, તમારે જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે.

• તમારે નજીકના એલપીજી સેન્ટર પર ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

• ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમને ફ્રી ગૅસ કનેક્શન મળશે.



યોજનાનો લાભ કોને મળશે?

લાભાર્થી મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

• લાભાર્થી મહિલા પાસે પહેલાથી કોઈ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ.

• તેમજ લાભાર્થી BPL પરિવારમાંથી હોવો જોઈએ.

• લાભાર્થી મહિલા ગરીબી રેખા નીચે હોવી જોઈએ.


અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

જાતિનું પ્રમાણપત્ર

• બીપીએલ રેશન કાર્ડ

• આધાર કાર્ડ

• મોબાઈલ નંબર

• આવકનું પ્રમાણપત્ર

• સરનામાનો પુરાવો

• પાસપોર્ટ સાઈઝનો ફોટો


કયારે શરૂ કરવામાં આવી હતી આ યોજના ?

વડાપ્રધાન ઉજ્જવલા યોજનાનો પ્રારંભ પીએમ મોદીએ વર્ષ-2016માં કરી હતી. આ યોજનાથી ગરીબી રેખા નીચેની મહિલાઓને ગૅસ જોડાણની સાથે ફ્રીમાં સિલિન્ડર પણ આપવામાં આવે છે. ઉપરાંત સિલિન્ડરની સાથે ગૅસની સગડી પણ મફતમાં આપવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button