દાહોદ સહીત જિલ્લામાં કાળી ચૌદસ અને દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. કાળીચૌદસે દાહોદના સ્મશાનમાં લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે દિવાળીની રાત્રે સમગ્ર શહેર રોશનીથી ઝળહળી ઉઠયું હતું તો શનિવારે નૂતન વર્ષની ઉજવણી આનંદમય વાતાવરણમાં કરવામાં આવશે.
દાહોદ સહિત જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે બજારમાં ભારે ભીડ જામી હતી, કારણ કે જિલ્લાના ગ્રામજનોની વતન વાપસી થતા બજારો ધબકતા થયા હતા. જિલ્લામાં ધનતેરસ એ ધન અને લક્ષ્મીજીના પૂજન સાથે આસ્થા પૂર્ણ-ઉર્જા ઉજવણી કરવામાં આવીઆસ્થા પૂર્ણ-ઉર્જા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કાળીચૌદશે દૂધીમતિ નદીના કિનારે આવેલા સાર્વજનિક હિન્દુ સ્મશાને દુધેશ્વર મહાદેવ મંદિરે વર્ષ 1999થી દુધેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા ડાયરા અને સુંદરકાંડનું આયોજન કરાય છે.
સૌપ્રથમ રામાયણ મંડળના સહયોગથી સુંદરકાંડનો શુભારંભ થયો હતો અને આ સુંદરકાંડમાં ભાવિકોની ભીડ ઉમટે છે.
જે મુજબ આ વર્ષે પણ લોકડાયરો યોજાયો હતો. જેને માણવા મોટી સંખ્યામાં દાહોદવાસીઓ તેમજ આસપાસના ગામડામાંથી લોકો ઉમટી પડયા હતાં. આ વખતે પણ મંદિરને શણગાર કરાયો હતો, અને રોશનીના ઝગમગાટ વચ્ચે કાળી ચૌદશે સાંજે સાત વાગ્યાથી લોક ડાયરો યોજાયો હતો.
Source link