GUJARAT

Surat: ખડોદરામાં ડબલ મર્ડરની ઘટના, પતિએ પત્ની અને પ્રેમીની કરી હત્યા

  • પતિએ લાકડાના ફટકા મારીને પોતાની પત્ની અને પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધા
  • પતિએ લાકડાના ફટકા મારી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા
  • આ મામલે ખટોદરા પોલીસે હત્યારા પતિ મુકેશ રાઠોડની કરી ધરપકડ

સુરતમાં ડબલ મર્ડર કેસની ઘટના સામે આવી છે. શહેરના ખટોદરા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. પતિએ પોતાની પત્ની અને એક પ્રેમીની હત્યા કરી છે. પતિએ લાકડાના ફટકા મારીને પોતાની પત્ની અને પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધા છે.

ખટોદરા પોલીસે હત્યારા પતિ મુકેશ રાઠોડની ધરપકડ

મળતી માહિતી મુજબ પતિ દ્વારા પત્ની શારદા અને પ્રેમી અર્જુનની હત્યા કરી દેવામાં આવી છે. આ મામલે હાલમાં ખટોદરા પોલીસે હત્યારા પતિ મુકેશ રાઠોડની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે આ હત્યારો અગાઉ પણ એક હત્યાના કેસમાં લાજપોર જેલમાં બંધ હતો અને હાલમાં આ હત્યારો મુકેશ રાઠોડ જેલમાંથી પેરોલ છૂટીને બહાર આવ્યો હતો.

છોટા ઉદેપુરમાં પિતાએ પુત્રને રૂપિયા ના આપતા પુત્રએ કરી હત્યા

બે દિવસ પહેલા જ છોટા ઉદેપુરના સંખેડા ગામના નવાપુરા વિસ્તારમાં પુત્રએ જ પિતાની કરપીણ હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતાં સંખેડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આદરીને આરોપી પુત્રની અટકાયત કરી હતી. પુત્રએ તેના પિતાને કહ્યું કે તું મને વાપરવાના પૈસા કેમ આપતો નથી? આજે તને જીવતો નહીં છોડું તેમ કહી એકદમ ઉશ્કેરાઈને પુત્રએ તેના હાથમાંની કોદાળી વડે પિતા પ્રવીણભાઈને કપાળના ભાગે તથા માથાના પાછળના ભાગે ઉપરા છાપરી ત્રણ ચાર ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને સારવાર દરમિયાન પિતાનું મોત થયુ હતું.

અમદાવાદમાં 5 હજારની લેતીદેતી મામલે વ્યાજખોરોએ યુવકની કરી હતી હત્યા

20 ઓગસ્ટે અમદાવાદમાં માત્ર 5000 રૂપિયાની લેતી દેતીના કારણે વ્યાજખોરોએ એક વ્યક્તિની જાહેરમાં તલવાર વડે હત્યા કરી નાખી હતી. વટવામાં રહેતા 38 વર્ષીય લલિતભાઈ ગગનાણી પોતાના મિત્રો સાથે કાંકરિયા ખાતે ઝીરાફ સર્કલ નજીક ફૂટપાથ પર ઉભા હતા અને આ દરમિયાન વ્યાજખોર ભાવિક ઉર્ફે જય ભોલે, કૈલાસ અને એક અજાણ્યો યુવક કારમાં આવ્યા હતા અને આ આરોપીઓએ લલિત ભાઈ સાથે ઝઘડો કરીને તલવારથી હુમલો કરીને હત્યા કરી નાખી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button