સ્વપ્ન સંકેત : શું તમને ઊંધમાં કોઈના અંતિમ સંસ્કારના દર્શન થયા છે? તે તમારા માટે શુભ છે કે અશુભ-જાણો
ગળે મળવું : જો ગળે મળતો જીવ સ્ત્રી છે તો કામ-સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે. અને જો તે પુરુષ છે તો શત્રુ પક્ષથી આક્રમણ સૂચવે છે. પરાજયનો સામનો પણ કરવો પડી શકે છે.
કાપેલા અંગો : કોઈ મનુષ્ય અથવા કોઈ પશુ-પક્ષીના કાપેલા અંગો જોવા મળે તો સારા સ્વાસ્થ્યનું સૂચક છે. જો કોઈ નજીકનું વ્યક્તિ બિમાર છે તો આ સ્વપ્ન તેના સારા થવાની સૂચના આપે છે. પરંતુ ગાયના કાપેલા અંગો જોવા એ અશુભ સંકેત છે.
અંગદાન : જો સપનામાં તમે તમારુ કોઈ અંગદાન કરતા જોવો તો તે ઉજ્જળ ભવિષ્યનું પ્રતિક છે. દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.
અંડકોષ : સ્વપ્નમાં તમારા પોતાના અથવા બીજા કોઈના અંડકોષ જોવું એ મુસાફરીની પ્રબળ સંભાવના સૂચવે છે. કોઈ તાત્કાલિક કારણોસર તમારે કોઈ દૂરના દેશની યાત્રા પર જવું પડી શકે છે.
આંતરડા : સપનામાં કોઈની માણસ કે અન્ય જીવના આંતરડા જોવા એ ભવિષ્યમાં ક્લેશ થાશે તેવા સંકેતો આપે છે. આવું સ્વપ્ન જોવાથી ઘરમાં કે બહાર કોઈ ઝગડો થવાની સંભાવના છે.
અંતિમ સંસ્કાર : કોઈના અંતિમ સંસ્કાર જોવા અને પરિવારમાં તેમાં ભાગ લેવો તે આવનારા શુભ અને માંગલિક કાર્યના લક્ષણો છે.
હાંડકા : કોઈ જીવના હાડકાં જોવા એ શુભ સંકેત છે. આ આવનારી સમસ્યા ટાળી જશે તેવા સંકેત આપે છે.
Source link