કચ્છના ગાંધીધમમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે,બિનવારસી હાલતમાં પોલીસને આ ડ્રગ્સ મળી આવ્યું છે જેની અંદાજે બજાર કિંમત 120 કરોડ રૂપિયા થાય છે.ખારીરોહર નજીકથી કોકેઈન ઝડપાયું છે.પૂર્વ કચ્છ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,કચ્છના દરિયાકાંઠે પણ ડ્રગ્સના પેકેટે ખુલ્લી હાલતમાં મળી આવતા હોય છે,અત્યાર સુધી ક્રીક વિસ્તારમાં સૌથી વધારે ડ્રગ્સ મળી આવ્યું છે.
20 સપ્ટેમ્બર 2024ના રોજ પણ કચ્છમાંથી ઝડપાયું ડ્રગ્સ
કચ્છના દરિયાઈ સીમામાં માદક પદાર્થ મળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. BSFના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન અંદાજિત 12.40 કિલો ડ્રગ્સનાં પેકેટ મળી આવ્યા હતા. BSFનાં જવાનોએ ડ્રગ્સનાં 10 પેકેટ કબજે કર્યા હતા. આમ અત્યાર સુધીમાં 272 જેટલા ડ્રગ્સનાં પેકેટ કબજે કરાયાં છે. BSF દ્વારા જખૌનાં ક્રીક અને ટાપુ વિસ્તારોમાં સઘન ઓપરેશન હાથ ધરાયું છે.
સતત સાત સ્થળોએથી ઝડપાયું ચરસ
કચ્છ પોલીસે સાત દિવસમાં સાત સ્થળેથી 61.66 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ પોસ્ટ કરીને જણાવ્યું હતુ કે, કચ્છ – ભુજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક જ અઠવાડિયામાં સાત અલગ અલગ જગ્યાએથી માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. નારાયણ સરોવર – 2 પેકેટ ચરસ, કોઠારા – 10 પેકેટ ચરસ, જખૌ મરીન – 9 પેકેટ ચરસ, જખૌ મરીન – 10 પેકેટ ચરસ, માંડવી સિટી – 10 પેકેટ ચરસ, નારાયણ સરોવર – 10 પેકેટ ચરસ અને કોઠારા – 9 પેકેટ મેથાએમફેટામા ઇન આ સાતેય સ્થળ પરથી કુલ રૂ.61,66,34,500ના માદક પદાર્થો પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે.
ખારીરોહર-મીઠીરોહર કોકેઇન કેસમાં કોઈ સગડ નહિ
પૂર્વ કચ્છમાં ગત વર્ષે મીઠીરોહર પાસેથી 800 કરોડની કિંમતના કોકેઇનના 80 પેકેટ અને ચાલુ વર્ષે ખારીરોહર પાસેથી 130 કરોડના કોકેઇનના 13 પેકેટ મળી આવ્યા છે.જોકે,બંને કિસ્સામાં માલ કોણ મૂકી ગયું,કોણ સંડોવાયેલા છે તે સહિતની તમામ બાબતો હજુ પણ અસ્પષ્ટ છે.
Source link