GUJARAT

Jamnagarમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વર્ક્યો, તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો

જામનગરમાં મિશ્ર ઋતુના કારણે બાળકોમાં વાયરલ ઈન્ફેકશન બેકાબૂ બનતા બાળદર્દીની સંખ્યા વધતા જી.જી.હોસ્પિટલમાં બાળકોનો અલાયદો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે.

મિશ્ર ઋતુને કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો

રજા પર ગયેલા ઈન્ટર્ન અને રેસીડેન્ટ તબીબોને તાકીદે ફરજ પર બોલાવવામાં આવ્યા છે. મહદઅંશે તાવ, શરદી, ઉધરસના કેસ બાળકોમાં વધુ જોવા મળી રહ્યા છે. હાલમાં વહેલી પરોઢના સમયે શિયાળો, દિવસે ઉનાળો અને સાંજે ચોમાસા જેવી મિશ્ર ઋતુને કારણે જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં તહેવારો ટાણે જ ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ થયા બાદ જી. જી. હોસ્પિટલના બાળકોના વિભાગમાં 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કરવામાં આવ્યો છે.

વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં સતત વધારો

જેના કારણે મિશ્ર ઋતુથી વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકોમાં વાયરલ ઈન્ફેકશન બેકાબૂ બન્યું છે અને તાવ, શરદી, ઉધરસના કેસ વધ્યા છે. બીજી તરફ કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો 12 અર્બન હેલ્થ સેન્ટરોની ઓપીડીમાં શરદી-તાવ, ખાલી તાવ તેમજ ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા રોજના સંખ્યાબંધ દર્દીઓ આવે છે. દૈનિક રીતે મોટા પ્રમાણમાં શરદી-તાવની ફરિયાદ સાથે વાલીઓ બાળકોને હોસ્પિટલમાં લાવે છે.

હોસ્પિટલે 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કર્યો

આવા દર્દીઓની સંખ્યા વધી જતાં હવે હોસ્પિટલ દ્વારા 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કર્યો છે. આમ, તહેવાર ટાણે મિશ્ર ઋતુને કારણે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર વધવા પામ્યો છે. આટલું જ નહીં બહાર અને રજા પર ગયેલા જી.જી.હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના ઈન્ટર્ન અને રેસીડેન્ટ તબીબોને તાકીદે ફરજ પર બોલાવવામાં આવ્યા છે.

રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત

રાજકોટમાં પણ રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ઝાડા, ઉલટી, તાવના 1855 કેસ નોંધાયા છે અને મેલેરિયાના 2, ડેન્ગ્યુના 20 નવા દર્દીઓ નોંધાયા છે. ત્યારે એક મહિનામાં ડેન્ગ્યુના 55થી વધુ કેસ નોંધાયા છે અને 4 લોકોના ડેન્ગ્યુના કારણે મોત થઈ ચૂક્યા છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ રોગચાળો વકર્યો છે. એક જ સપ્તાહમાં વાયરલ ફીવરના 604 કેસ નોંધાયા છે તો શરદી-ઉધરસના 665 કેસ સામે આવ્યા છે. ત્યારે ઝાડા-ઉલટીના 147 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 14, ડોગબાઈટના 220 કેસ નોંધાયા છે. 1 મહિનામાં પીવાના પાણીના 8,964 સેમ્પલ લેવાયા છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button