NATIONAL

Dussehra 2024: લાલ કિલ્લા પર રાવણ દહન, PM નરેન્દ્ર મોદી હાજર રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચીને રામ-લક્ષ્મણને તિલક લગાવ્યું અને પછી સ્ટેજ પર ચઢ્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર હતા. તેમણે પણ રામ-લક્ષ્મણને તિલક લગાવ્યું. પીએમના આગમન બાદ રામલીલા શરૂ કરવામાં આવી અને થોડીવાર બાદ રાવણનું દહન કરવામાં આવ્યું.

લાલ કિલ્લાની રામલીલામાં રાવણનું દહન કરવામાં આવ્યું

લાલ કિલ્લા પર ચાલી રહેલી રામલીલામાં રાવણનું દહન કરવામાં આવ્યું. દહન પહેલા, પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ ધનુષમાંથી તીર છોડ્યા, ત્યારબાદ રાવણનું દહન થયું. આજે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર દિલ્હીમાં રાવણ દહન સમારોહનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વખતે પણ લાલ કિલ્લાના મેદાનમાં ધાર્મિક રામલીલાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશના અગ્રણી નેતાઓ અને બોલીવુડના ફિલ્મસ્ટાર હાજર રહ્યા

https://x.com/sandeshnews/status/1845099154407665805 


ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

ભીડની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષા માટે વધારાના દળો તૈનાત કર્યા છે. મહિલા પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવી છે જેથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી શકાય. લોકોના પ્રવેશ સમયે દરેકની તપાસ કરવામાં આવી અને સુરક્ષાના હેતુથી મોબાઈલ કંટ્રોલ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને આર્મીના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા. લાલ કિલ્લાના મેદાન તરફ જતા રસ્તાઓ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. પોલીસે લોકોને વિનંતી કરી છે કે તેઓ મેટ્રોનો મહત્તમ ઉપયોગ કરે, જેથી ભીડને નિયંત્રિત કરવામાં સરળતા રહે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button