- ભારતીય કોસ્ટ ગાર્ડને દરિયામાં બોટ ફસાવવાનો મેસેજ મળ્યો હતો
- ICG મદદ માટે આવી પહોંચ્યું અને બોટમાં સવાર 13 લોકોના જીવ બચાવ્યા
- મુશ્કેલીમાં મુકાયેલી બોટને રાત્રે ઓપરેશન કરીને વહાણ દ્વારા ખેંચવામાં આવી
સમગ્ર દ્વારકાને મેઘરાજાએ ઘમરોળ્યુ છે. ત્યારે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ પણ લોકોની મદદ માટે આવ્યું છે.
આ જહાજ દ્વારકાથી લગભગ 15 કિમી દૂર હતું
ભારતીય કોસ્ટ ગાર્ડે ફિશિંગ બોટ ‘પદ્માવતી’ના માલિક તરફથી 27 ઑગસ્ટના રોજ દરિયામાં ફસાવવા અંગેનો મેસેજ મળ્યો હતો અને આ જહાજ દ્વારકાથી લગભગ 15 કિમી દૂર હતું અને ગુજરાતના દરિયાકાંઠે ખરાબ હવામાન અને દરિયાની સ્થિતિને કારણે મશીનરીમાં ખરાબી આવી હતી.
પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તરત જ ALH હેલિકોપ્ટર તૈનાત કર્યું હતું
ત્યારે તાત્કાલિક ICG મદદ માટે આવી પહોંચ્યું અને બોટમાં સવાર 13 લોકોના જીવ બચાવ્યા હતા. ICGએ ‘ફર્સ્ટ રિસ્પોન્ડર એટ સી’ તરીકે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તરત જ ALH હેલિકોપ્ટર તૈનાત કર્યું હતું. આ દરમિયાન ICG જહાજ અભિકને પ્રતિકૂળ હવામાન અને અત્યંત ખરાબ દરિયાની સ્થિતિ છતાં બચાવ કામગીરી કરવામાં આવી હતી.
આજે વહેલી સવારે બોટ સાથે તમામ લોકોને ઓખા પરત લાવવામાં આવ્યા
મુશ્કેલીમાં મુકાયેલી બોટને રાત્રે ઓપરેશન કરીને વહાણ દ્વારા ખેંચવામાં આવી હતી અને 28મી ઓગસ્ટની વહેલી સવારે તમામ 13 ક્રૂ સાથે બોટ પણ સુરક્ષિત રીતે ઓખા પરત લાવવામાં આવી હતી. ICG તેના વી પ્રોટેક્ટના સૂત્રને અનુસરી રહ્યું છે. ઉલ્લેખીય છે કે અગાઉ પણ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઘણા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા અને ઘણા લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. ગઈકાલે જામનગરમાં પણ 11 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરીને લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા.
Source link