GUJARAT

Dwarka: જન્માષ્ટમીને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, CCTV લગાવાયાં

  • 1 SP, 8 DYSP, 90 PI સહિત 1800 પોલીસનો બંદોબસ્ત
  • યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસનું સતત પેટ્રોલિંગ
  • ડ્રોનની મદદથી ભીડ પર બાજ નજર રાખવામાં આવશે

દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈને દ્વારકા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જન્માષ્ટમી પર્વ પર યાત્રિકોની ભારે ભીડને પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 1 એસ.પી, 8 ડીવાયએસપી, 90 જેટલા પી.આઈ., પી.એસ.આઈ સહિત 1800 પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે.

શહેરમાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈ LCB, SOG સહિતની ટીમો શહેરમાં તેમજ મંદિર અંદર સતત પેટ્રોલિંગ હાથ ધરશે. સી ટીમની મદદથી યાત્રિકોને વધારે સુવિધા અને મદદ મળશે. ડ્રોનની મદદથી શહેરની ભીડ પર બાજ નજર રખાશે. CCTV ની મદદથી ચોર ટોળકીઓ પર બાજ નજર રાખવામાં આવશે. દ્વારકાધીશ મંદિર આસપાસનો 1 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન ફ્લાઈંગ ઝોન જાહેર કરાયો છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ચુસ્ત બંદોબસ્ત જન્માષ્ટમી પર ગોઠવવામાં આવ્યો છે.

લાખો ભક્તો દ્વારકાધીશના દર્શને આવે છે

શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે શ્રી કૃષ્ણનગરી દ્વારકામાં પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરવા માટે કૃષ્ણનગરીને શણગારવામાં આવી છે. દ્વારકાધીશના મંદિરને પણ રોશનીથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. શહેરની હોટલો, સરકારી કચેરીઓ, રબારી ગેટ અને ઈસ્કોન ગેટને પણ રોશની કરવામાં આવી છે.

26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને દ્વારકા શહેર અને ભગવાનના મંદિરને શણગારવામાં આવ્યું છે. દ્વારકા એટલે ભગવાનની કર્મભૂમિ. આ ભૂમિ ઉપર ભગવાને 100 વર્ષ વિતાવ્યા હતા. જન્માષ્ટમીના તહેવારે લાખોની સંખ્યામાં લોકો દ્વારકાધીશના દર્શન માટે આવતા હોય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button