દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના એક માલવાહક વહાણે દ્વારકા-પોરબંદર વચ્ચે જળસમાધિ લેતા દરિયામાં જીવન-મરણના જંગના દ્રશ્યો જોવા મળ્યા હતા. વહાણ ડૂબવા લાગતા તેના પર સવાર 12 ખલાસીઓ તરાપાના સહારે દરિયામાં કૂદી પડ્યા હતા. વહાણમાં સવાર 12 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, સલાયાના મધદરિયે અલ પિરાને પીર નામના વહાણની જળસમાધિ થયાના સમાચાર સામે આવ્યા છે. ખરાબ હવામાનને લઈને વહાણમાં પાણી ભરાવા લાગ્યું હતું જે બાદ વહાણમાં સવાર 12 ખલાસીઓ કૂદી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોને થતા તંત્રને જણ કરવામાં આવી હતી. વહાણમાં સવાર 12 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. 12 ખલાસીઓને અન્ય બોટથી બચાવી કિનારે લઇ જવાયા છે.
સલાયાના વહાણવટી સુલતાન ઈસ્માઈલ શુંભનીયાની માલિકીનુ અલ પિરાને પીર નામના વહાણ મધદરિયે વેરણ થઇ છે. વહાણ માં સવાર 12 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.ખરાબ હવામાનને લઈને વહાણમાં પાણી ભરાયાં હોઈ વહાણ પાણીમાં ગરકાવ થયું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. 12 ખલાસીઓનેને અન્ય બોટે બચાવી લઈ કિનારે લઇ જવાયા છે. સલાયાના વહાણની જળ સમાધિથી સલાયામાં શોકની લાગણી વ્યાપી છે.
Source link