GUJARAT

રાજ્યમાં ભારે વરસાદના પગલે GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ

  • GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ
  • 28 ઓગસ્ટથી શરૂ થવાની હતી પરીક્ષા
  • ભારે વરસાદ અને આગાહીને પગલે લેવાયો નિર્ણય

ભારે વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે.

DYSOની પરીક્ષા મોકૂફ

મળતી માહિતી મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા લેવામાં આવતી નાયમ મામલતદાર (DYSO)ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 28 ઓગસ્ટથી પરીક્ષા શરૂ થવાની હતી. રાજયમાં ભારે વરસાદ અને આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી વિધાર્થીઓને ભારે વરસાદના કારણે મુસાફરીમાં હાલાકીનો સામનો ના કરવો પડે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં વધુ એક પરીક્ષા રદ્દ

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લામાં 27 ઓગસ્ટે યોજાનારી ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button