NATIONAL

Maharashtraમાં ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણી..? CM એકનાથ શિંદેએ આપ્યા સંકેતો

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે CM એકનાથ શિંદેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. તેમણે કહ્યું કે, 288 સભ્યોની વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન કરાવવું વધુ સારું રહેશે. આઠથી દસ દિવસમાં સત્તાધારી મહાયુતિના સાથી પક્ષોમાં ચૂંટણી માટેની સીટોની વહેંચણી કરવામાં આવશે.

નવેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, મહાયુતિ સરકાર વિકાસ અને કલ્યાણના પગલાં પર ધ્યાન આપી રહી છે. તેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. CMએ કહ્યું કે, નવેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી થવાની સંભાવના છે. બે તબક્કાઓ પસંદ કરવાનું વધુ સારું રહેશે. મહાયુતિના ભાગીદારો વચ્ચે સીટની વહેંચણી માટે મેરિટ અને સારો સ્ટ્રાઈક રેટ માપદંડ હશે.

1.5 લાખ યુવાનોને નોકરી માટે નિમણૂક પત્રો અપાયા

CM શિંદેએ એમ પણ કહ્યું કે, તેઓ મહિલાઓમાં સરકાર માટે સમર્થન જોઈ શકે છે. તેમની સરકાર સામાન્ય માણસની સરકાર છે. અમે વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે સંતુલન સાધ્યું છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, કૌશલ્ય તાલીમ કાર્યક્રમ હેઠળ 1.5 લાખ યુવાનોને નોકરી માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આ માટે તેમને 6,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનું સ્ટાઈપેન્ડ મળશે. CMએ કહ્યું કે, આ યોજના હેઠળ 10 લાખ યુવાનોને આવરી લેવાનો લક્ષ્યાંક છે.

સરકારી એજન્સીઓ ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસમાં સામેલ

CM શિંદેએ વધુમાં કહ્યું હતું કે, તેમની સરકારનો હેતુ મુંબઈને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા અને બધા માટે પોસાય તેવા આવાસની ખાતરી કરવાનો છે. CM શિંદેએ કહ્યું કે, મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA), સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર (CIDCO) અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) જેવી તમામ સરકારી એજન્સીઓ ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસમાં સામેલ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button