અમદાવાદ મહાનગર પાલિકાની આજે સંકલન સમિતિની બેઠક મળી હતી, આ સંકલન સમિતિની બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અધિકારીઓનો ઉધડો લીધો છે. સંકલન સમિતિમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ઉગ્ર રજુઆતો કરી છે. મનપાના શાસનાધિકારીઓને હાંકી કાઢવા માટે કમિશનરને રજૂઆત કરી છે.
AMCની મિલકતો ન સાચવી શકે તો અધિકારીઓને કાઢી મૂકો: ધારાસભ્ય અમિત શાહ
જમાલપુર વિસ્તારની શાળા નંબર 3 અને 4 અંગે ઉગ્ર રજુઆત ધારાસભ્ય અમિત શાહે કરી હતી. ત્યારે ધારાસભ્યે અધિકારીને સવાલ પુછ્યો તો અધિકારીએ કહ્યું કે આ શાળાઓ બંધ છે, ત્યારે ધારાસભ્યે ઉગ્ર થઈને કહ્યું કે ત્યાં સ્કુલ બંધ નથી પણ ત્યાં શોપિંગ કોમ્પ્લેક્ષ બની ગયું છે. સ્કુલની મરામત કરાઈને ત્યાં શોપિંગ સેન્ટર બની ગયું છે, અહીં જુની શાળા પડી ગયા પછી બાળકો નવી સ્કુલમાં શિફ્ટ થયા છે. ધારાસભ્ય અમિત શાહે કમિશનરને કહ્યું કે જો સ્કૂલ બંધ હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું. વધુમાં ધારાસભ્યએ કહ્યું કે એએમસી લોકોના ઓટલા અને ગેલેરી તોડતી હોય છે પણ પોતાની મિલકતો સાચવી શક્તી નથી અને જો મિલકતો ન સાચવી શકે તો અધિકારીઓને કાઢી મૂકો.
એલિસબ્રિજના ધારાસભ્ય સામે સ્થાનિકોનો વિરોધ
બીજી તરફ એલિસબ્રિજના ધારાસભ્ય સામે સ્થાનિકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યા છે અને જમાલપુર કાચની મસ્જિદના નોટિસ બોર્ડ પર લખાણ લખવામાં આવ્યા છે. કોમ્પ્લેક્ષ કાચની મસ્જિદનું ગોડાઉન છે, તેવો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. મસ્જિદની આવક ઘટાડવાનો ધારાસભ્ય અમિત શાહનો ઈરાદો છે તેવો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે. નવા ટ્રસ્ટીના નામ વક્ફમાં ના ઉમેરવાનો કારસો છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે.
Source link