TECHNOLOGY

Elon Muskએ શરૂ કર્યું ખાસ સેટેલાઈટ, વિમાનમાં રોકેટ ગતિએ ચાલશે ઈન્ટરનેટ!

  • વિમાનમાં મુસાફરી કરતા લોકોને થશે ફાયદો
  • સ્ટારલિંક તમારા બેકપેક જેટલી સાઈઝમાં મળશે
  • તેની કિંમત લગભગ 50 હજાર ભારતીય રૂપિયા છે

એલન મસ્ક ઘણીવાર એક યા બીજી બાબતને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તે તેની ઈન્ટરનેટ સેવાને કારણે ચર્ચામાં છે, જે સેટેલાઇટ નેટવર્ક સ્ટારલિંક છે. મસ્કની કંપનીએ 1 હજારથી વધુ એરક્રાફ્ટને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કર્યું છે.

વિમાનમાં મુસાફરી કરતા લોકોને થશે ફાયદો

વિમાનમાં સેટેલાઇટ ઇન્ટરનેટ મળવું એ એક મોટી ઉપલબ્ધિ હોવાનું કહેવાય છે. વિમાનમાં ઈન્ટરનેટ સેવા મળ્યા બાદ હવે ટૂંક સમયમાં વિમાનમાં મુસાફરી કરતા મુસાફરોને ઝડપી ઈન્ટરનેટનો લાભ મળવાની આશા છે.

Starlink Mini ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યું હતું

ગયા મહિને સ્પેસએક્સે સ્ટારલિંક મીની લોન્ચ કરી હતી. સ્ટારલિંક તમારા બેકપેક જેટલી સાઈઝમાં મીની છે, એટલે કે તમે તેને ગમે ત્યાં લઈ જઈ શકો છો અને સુપર ફાસ્ટ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. સ્ટારલિંક મિની આવ્યા બાદ અન્ય કોઈપણ મોબાઈલ નેટવર્ક પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. તેની મદદથી તમે તરત જ હાઇ સ્પીડ ઇન્ટરનેટથી કનેક્ટ કરી શકો છો. આ સિવાય મળતી માહિતિ અનુસાર વાઇફાઇ ઇન્ટિગ્રેટેડ સ્ટારલિંક મિનીનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે.

Starlink Mini ની કિંમત શું છે?

Starlink Mini કિટની કિંમત 599 US ડોલર એટલે કે લગભગ 50 હજાર ભારતીય રૂપિયા છે. માત્ર હાલના ગ્રાહકો જ Starlink Mini Kit ખરીદી શકે છે, જો કે હજુ સુધી આ માટે કોઈ અલગ પ્લાન નથી.

કેટલું છે વજન

આ પોર્ટેબલ સેટેલાઈટ ઈન્ટરનેટ ડીશ ઈન્ટરનેટ કરતાં $100 મોંઘું છે. સ્ટારલિંક મિનીના વજનની વાત કરીએ તો તે 1.13 કિલો છે. આ સાથે તેની સ્પીડ 100 Mbps છે, જે 23 msની લેટન્સી સાથે આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button