ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકામાં ચૂંટણી જીત્યા છે તે બાદ એલન મસ્કના અચ્છે દિન શરૂ થઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે મસ્ક નેટવર્થ તે બાદ ઝડપથી વધી રહી છે. દુનિયાના સૌથી અમીર કારોબારીની નેટવર્થ ડિસેમ્બર માસમાં બમણી ઝડપે વધી રહી છે. માત્ર 17 ડિસેમ્બરે જ તેમની નેટવર્થમાં 12 બિલિયન ડોલર વધી છે. છેલ્લા એક અઠવાડિયામાં તો ટેસ્લાના માલિકની નેટવર્થમાં 100 અરબ ડોલરથી વધારે એટલેકે 9 લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ ચૂકી છે.
ખાસ વાત એ છે કે હવે ઈલોન મસ્કને 500 બિલિયન ડોલર સુધી પહોંચવા માટે માત્ર એક સારા વધારાની જરૂર છે. જે 18 ડિસેમ્બરે ફેડના નિર્ણય બાદ તેની નેટવર્થમાં વધારો થઇ શકે છે. ત્યારે ચાલો જાણીએ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડામાં ઈલોન મસ્કની સંપત્તિને લઈને કેવા પ્રકારનો ડેટા જોવા મળી રહ્યો છે.
એલોન મસ્કની સંપત્તિમાં વધારો
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડાની વાત કરીએ તો, 17 ડિસેમ્બરે તેમની નેટવર્થમાં 12 અબજ ડોલરનો વધારો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ 486 બિલિયન ડોલર થઈ ગઈ છે. ચાલુ વર્ષમાં તેમની કુલ નેટવર્થમાં 257 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ થયો કે એલોન મસ્કની નેટવર્થમાં 112.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલમાં જેફ બેઝોસ $250 બિલિયન સાથે બીજા સ્થાને છે, જે એલોન મસ્કની કુલ સંપત્તિનો લગભગ અડધો ભાગ છે.
અઠવાડિયામાં જ 100 અરબ ડોલરથી વધુનો વધારો
જો છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો ઈલોન મસ્કની સંપત્તિમાં 100 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. એક અઠવાડિયા પહેલા 12 ડિસેમ્બરે, એલોન મસ્કની કુલ સંપત્તિ $384 બિલિયન હતી. ત્યારથી લઇને અત્યાર સુધીમાં 102 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. જેમાં સૌથી મોટો ફાળો તે 67 અબજ ડોલરનો છે, જે એક જ દિવસમાં વધી ગયો છે. 11 ડિસેમ્બરના રોજ, SpaceX રોકાણકારોએ તેમના રોકાણકારો પાસેથી શેર ખરીદ્યા હતા. જેના કારણે કંપનીના વેલ્યુએશનમાં વધારો થયો હતો. જેમાં ઇલોન મસ્કને 45 અબજ ડોલરનો વધારો મળ્યો છે. ટેસ્લાના શેરમાં વધારાને કારણે એલોન મસ્કને $22 બિલિયનનો ફાયદો થયો હતો. એક દિવસ અગાઉ 16 ડિસેમ્બરે એલોન મસ્કની સંપત્તિમાં $19 બિલિયનનો વધારો થયો હતો.
તો $500 બિલિયન ડોલર થઇ જશે !
મહત્વનું છે કે એલોન મસ્ક હવે $500 બિલિયનથી માત્ર એક ડગલું દૂર છે. તેમને માત્ર 14 અબજ ડોલરની જરૂર છે. જે 18મી ડિસેમ્બરના નેટવર્થમાં વધી શકે છે. જો ફેડ કિંમતમાં 25 બેસિસ પોઈન્ટનો પણ ઘટાડો કરે તો ડોલર ઈન્ડેક્સ વધશે અને ટેસ્લાના શેરમાં વધારો જોવા મળશે. જેના કારણે આપણે ઈલોન મસ્કની સંપત્તિમાં 12 થી 15 અબજ ડોલરનો વધારો સરળતાથી જોઈ શકીએ છીએ. જો કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ઈલોન મસ્કની સંપત્તિમાં 222 અબજ ડોલરનો વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં 143 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે.
Source link