ગુજરાતમાં આવતા મહિનાથી બધી ઇમરજન્સી માટે ૧૧૨ ડાયલ કરવાના રહેશે
એક જ છત નીચે તમામ ઇમરજન્સી સેવાઓ : પોલીસ, આરોગ્ય, અગ્નિશામક જેવા અનેક ઇમરજન્સી નંબરોને બદલે એક જ

આવતા મહિનાથી ગુજરાતના રહેવાસીઓ પાસે બધી ઈમરજન્સી માટે એક જ નંબર ડાયલ કરવા માટે હશે. નવી ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ લિસ્ટમ (ERSS) ૧૧૨ ટૂંક સમયમાં કાર્યરત થશે, જે બહુવિધ ઈમરજન્સી નંબરોને બદલે છે અને પોલીસ, આરોગ્ય, અગ્નિશામક સેવાઓ અને વધુને આવરી લેશે. આ ઈમરજન્સી નંબર આવવાથી અન્ય ઈમરજન્સી નંબર યાદ રાખવાની જરૂર નહી રહે. આ નંબર પરથી તમામ ઈમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ ઈમરજન્સી સુવિધા છે. વપરાશકતીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાવધાની સાથે આ સેવાનો ઉપયોગ કરે. કેન્દ્ર સરકારની આ પહેલ, જે પહેલાથી જ ભારતના ઘણા રાજ્યોમાં સફળ રહી છે. તેનું ગુજરાતના સાત જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. અગાઉ અલગ અલગ નંબરો – ૧૦૦ (પોલીસ), ૧૦૮ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ), ૧૦૧ (અગ્નિ), ૧૦૯૮ (બાળ કલ્યાણ), અને ૧૮૧ (અભયમ) – દ્વારા ઍક્સેસ કરવામાં આવતી બધી સેવાઓને નવા પ્લેટફોર્મમાં એકીકળત કરવામાં આવશે. મહેસૂલ વિભાગના ઇમરજન્સી નંબરો (૧૦૭૦ અને ૧૦૭૭) પણ આ એકીકળત સિસ્ટમમાં સામેલ કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કેન્દ્રીયકળત એકીકળત નિયંત્રણ અને કમાન્ડ સેન્ટર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે,
જે રાજ્યભરમાંથી આવતા તમામ ૧૧૨ કોલનું સંકલન કરશે. તાત્કાલિક પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે, શરૂઆતમાં ૫૦૦ વિશિષ્ટ ભર વાન, જેને જન રક્ષક વાન કહેવામાં આવે છે. તેનાત કરવામાં આવશે. અને પછીથી વધુ ઉમેરવામાં આવશે. “વાનની ખરીદી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે ૩૧ માર્ચ સુધીમાં ડિલિવરી કરવામાં આવશે.” એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું. આ પ્રોજેક્ટ EMRI-GHS સાથે સંકલનમાં અમલમાં મૂકવામાં આવશે.
જે રાજ્યમાં પહેલાથી જ અનેક કટોકટી સેવાઓનું સંચાલન કરે છે. રાજ્યના ગૃહ વિભાગ અને EMRI વચ્ચે નવા કેન્દ્રીચકળત કમાન્ડ માળખા સાથે તેમની સપોર્ટ સિસ્ટાસને એકીકળત કરવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.