આમિર ખાનના પુત્ર જુનૈદ ખાને ફિલ્મ ‘મહારાજ’ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મ ખાસ પ્રચાર વિના જ રિલીઝ થઈ હતી. પરંતુ ફિલ્મની ટીમે ફિલ્મ રિલીઝ થયા પછી તેના વિશે વાત કરવાની શરૂઆત કરી દીધી હતી. હવે જુનૈદ ખાને તે વાતનો સ્વીકાર કર્યો કે મહારાજ ફિલ્મ તેને તેના પિતાને કારણે જ મળી હતી.
બોલિવૂડના સ્ટારકિડ્સ જ્યારે પોતાના સંઘર્ષની વાત કરે છે તો દર્શકો તેમની વાતની મજાક બનાવતા હોય છે. પરંતુ કેટલાક સ્ટારકિડ્સ એ વાતનો સ્વીકાર પણ કરતા હોય છે કે તેમની સફળતાનું શ્રોય તેમના માતા પિતાને જાય છે. પોતાના પ્રામાણિક નિવેદનોને કારણે જુનૈદ ખાન બધાને ચોંકાવતો રહે છે. જુનૈદ ખાને તાજેતરમાં એક મુલાકાતમાં પોતાના ઓડિશનની સફર વિશે વાત કરતાં તે વાતનો સ્વીકાર કર્યો હતો કે તેઓ આમિર ખાનના પુત્ર ના હોત તો મહારાજ ઓટીટી ફિલ્મ પ્રોજેક્ટ તેમના હાથમાંથી સરકી જાત. જુનૈદ ખાનની આ પ્રામાણિકતાએ ફરી દર્શકોના વિશ્વાસ અને પ્રેમને જીતી લીધા. સોશિયલ મીડિયા પર અભિનેતાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જુનૈદે કહ્યું કે આરંભમાં અનેક પ્રોજેક્ટ માટે તેણે ઓડિશન આપ્યા હતા. પરંતુ કોઈ વાત ફાઇનલ સુધી નહોતી પહોંચતી. લાલસિંહ ચઢ્ઢા માટે ઓડિશન આપ્યું. પિતા આમિરે જુનૈદની પ્રશંસા તો કરી, પરંતુ મોટા બજેટની ફિલ્મ અને ચહેરો નવો હોવાથી જોખમ લેવાનું ટાળ્યું હતું.
Source link