બોલિવૂડની સુપ્રસિદ્ધ અભિનેત્રી અને લેખિકા ટ્વિન્કલ ખન્ના વારંવાર સમાચારમાં ઝળકતી રહે છે. તે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો બિનધાસ્ત રજૂ કરતી હોય છે. તાજેતરમાં જ ટ્વિન્કલે હેમા માલિની વિશે લખ્યું છે કે જો હેમા માલિની મારી માતા હોત તો હું સ્વચ્છ પામી પર ચર્ચા કરી શકતી હોત અને તેને આજીવન મફત પ્યૂરિફાયરની સપ્લાઈ મળતી હોત.
ટ્વિન્કલે એક સમાચાર પત્રમાં લખેલા આર્ટિકલમાં જણાવ્યું છે કે તાજેતરમાં વોટર પ્યૂરિફાયરમાંથી ટપકતા પાણીએ તેને હેમા માલિનીની યાદ અપાવી હતી. તેણે ઉમેર્યું હતું કે દેશમાં હેમાજીથી વધારે કોઈ સ્વચ્છ પાણી આપવા અંગે રસ ધરાવતું નથી. વર્ષો સુધી વોટર પ્યૂરિફાયરનું સમર્થન કર્યા બાદ હવે તેમણે આપણી નદીઓને સાફ રાખવાનો સંદેશ ફેલાવવા માટે ગંગા કિનારે એક ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું. અભિનેત્રીએ આગળ લખ્યું હતું કે શું દેશના નાગરિકો તેમની અપીલ સાંભળશે? અથવા તો તે એવું હશે કે તમે ઘોડાને પાણી સુધી તો લઈ જઈ શકો છો પરંતુ તેને પાઈ શકતાં નથી. ટ્વિન્કલે તાજેતરમાં જ તેની માતા ડિમ્પલ કાપડિયા સાથેની વાતમાં આ ચીજો અંગે જણાવ્યું હતું, જે તેને ખૂબ પરેશાન કરે છે. જેમ કે લોકો માર્ગ પર કચરો ફેંકતા પહેલાં જરાપણ વિચારતા નથી અને એજ રીતે લોકો માર્ગ પર પાનની પિચકારી મારતાં પણ નથી વિચારતા.
Source link